સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા હાલ મા નશામુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે જેમાં વિવિધ માર્ગદર્શક કાર્યક્રમો દ્વારા વ્યસન મુક્તિ માટે સમાજ મા જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવનાર છે જેના ભાગરૂપે અભયમ 181મહિલા હેલ્પલાઇન ભરૂચ તરફથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા ભરૂચ ના સહયોગ થી તાલીમાર્થીઓ માટે વ્યસન મુક્તિ માટે જાગૃતિ સભર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અભયમ કાઉન્સેલર એ વ્યસન ની સામાજિક અને પારિવારિક સબન્ધો પર થતી વિપરીત અસરો વિષે માહિતી આપી હતી, નશામુક્ત થી તંદુરસ્ત સમાજ નું નિર્માણ શક્ય છે અભયમ 181મહિલા હેલ્પલાઇન મા વ્યસન કરી મહિલાઓ ને હેરાન કરતા કેસ ના છણાવટ કરવામાં આવી હતી અને તાલીમાર્થીઓ કોઈ પણ પ્રકાર ના વ્યસન થી દૂર રહેશે તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી અને નશામુક્ત સમાજ નો સંદેશો ઘરે ઘરે પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કોઈપણ પ્રકારનું વ્યસન હોય to વ્યસન મુક્તિ કેન્દ્ર મા સારવાર લેવા જણાવાવમાં આવ્યું હતું.
અભયમ 181 મહિલા હેલ્પલાઇન ભરૂચ તરફથી નશામુક્ત અભિયાન હેઠળ માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો.
Advertisement