Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં ખેડૂત આંદોલન અને બેરોજગારીનાં મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને બેરોજગારી સમર્થનમાં આજે ભાજપ સરકાર સામે ધરણા કાર્યક્રમ યોજાયો હતો.

આજે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષિત બેરોજગાર અને ખેડૂતોનાં હિત માટે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ધરણા કાર્યક્રમમાં હાથમાં પ્લે કાર્ડ લઈ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

ભરૂચની આજુબાજુ એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ છે તેમ છતાં ભરૂચનાં સ્થાનિક યુવાનો બેરોજગાર છે તેમજ ખેડૂતોની જમીનો પણ સરકાર દ્વારા મોટા માથાને ફાયદો કરાવવા માટે સામાન્ય નજીવા દરે ભાજપની સરકાર દ્વારા હડપ કરવામાં આવે છે. જેના વિરોધમાં આજે ભરૂચ કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કરી ધરણા અનશન કર્યા હતા અને સરકારને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આગામી સમયમાં જો ખેડૂતનાં પ્રશ્ને ભાજપ સરકાર કોઈ સુખદ સમાધાન ન કરે તો ખેડૂતોને સાથે રાખી કલેકટર કચેરીને ઘેરાવ કરવાની ચીમકી પણ આ તકે જીલ્લા કોંગ્રેસનાં સભ્યોએ ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

ઉમણીયાવદરના યુવાનની હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો

ProudOfGujarat

મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા બીમાર વાંદરાને શુકલતીર્થ થી લઈ આવી સારવાર અપાવવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં હુક્કાબાર પર પોલીસ વિભાગનું સરપ્રાઈઝ ચેકીંગ, અલગ અલગ ફ્લેવરના નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!