Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લૂંટનાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી નેત્રંગ પોલીસ.

Share

ભરૂચ જીલ્લામાં અવારનવાર ચોરી, લૂંટનાં ગુનેગારોને પકડી પાડવા શહેર પોલીસે કવાયત હાથ ધરી હતી જેમાં બાતમીનાં આધારે નેત્રંગ વિસ્તારમાંથી લૂંટનાં બે આરોપીને પોલીસે પકડી પાડયા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન મુજબ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા નેત્રંગ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.- I ૪૨/૨૦૧૯ IPC કલમ – ૩૯૫, ૩૯૭, ૪૫૨ , ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨) તથા GPCT-૧૩૫ મુજબનાં ગુનાનાં આરોપી (1) અજય શુકલ વસાવા રહે. ઝોકલા હવેલી ફળિયું, વાલિયા (2) જીતેન્દ્ર ઉર્ફે બોડો પરશોતમ વસાવા રહે. ઝોકલા ઝરા ફળિયું તા.નેત્રંગ નાઓ પોતાના ઘરે આવેલા છે આ બાતમીનાં આધારે તેઓના ઘરને પોલીસ દ્વારા ચારે બાજુથી કોર્ડન કરી તપાસ કરતાં બંને આરોપી તેના ઘરેથી પકડાઈ ગયા છે. આ બંને આરોપી ચોરી લૂંટનાં ગુનામાં નાસતા ફરતા હોય જેને ઝડપી લઈ નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના દુ.વાઘપુરા ગામે આર.ટી.આઇ માંગવાની અદાવતે થયેલ મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઇજા.

ProudOfGujarat

વાહનચાલકો માટે રાહત : CNG ની કિંમતમાં થયો રૂ. 3.84 નો ઘટાડો.

ProudOfGujarat

ભારતીય બનાવટની ઈંગલીશ દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ ૨૬૨ નંગ મળી કુલ કિંમત રૂપિયા ૨૬,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!