ભરૂચ જિલ્લાના નબીપુર ગામના અને બુનિયાદી કુમારશાળા નબીપુરમાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થી હુસેન સલીમ કડુજીએ કોરોના કાળમાં ઘેરે રહીને ઓનલાઇન પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આ સમયગાળામાં તેઓએ પોતાને મળેલા સમયમાં વધુ પડતો સમય પોતાના અભ્યાસને ફાળવ્યો હતો. સામાન્ય રીતે નાના બાળકો પોતાની શિશુવસ્થામાં શેરી રમતો તરફ વળે છે પણ આ બાળક પોતાને મળેલ સમયનો સદુપયોગ કરી પોતાના અભ્યાસમાં રુચિ રાખી હતી.
બાળકે સ્વરચિત કોરોના કાળ પર એક કવિતાની રચના કરી છે. આ બાળકે આ કવિતાની રચનાનો શ્રેય પોતાના માતા – પિતા અને દાદા દાદીને આપ્યો છે. જેના લીધે બુનિયાદી કુમાર શાળા નબીપુર, પોતાના માતા – પિતા અને દાદા – દાદીએ ગર્વ લેવા જેવું છે. જો આવા બાળકો પાછળ શિક્ષણ સંસ્થાઓ વધુ ધ્યાન કેન્દ્રિત કરે તો આવા બાળકો કંઇક કરી બતાવે. આ માટે શાળા પરિવાર અને નબીપુર ગામે ગર્વ અનુભવવું જોઈએ.
– બાળક રચિત કવિતા દર્શક મિત્રો અમે આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ.
કોરોનામાં રાહત ફરી થઈ સવાર અને ફુલ ખીલતા થયા છે, ખાલી પડેલા મેદાન ફરી ધમધમતા થયા છે
હવે મિત્રો આપણે ફરી હૈયા હરખતા થઈશુ મેદાન અને શેરીઓમાં ફરી રમતા થઈશુ
સંતાકૂકડી, ક્રિકેટ અને ચોર-પોલીસ રમશું
ઘરની દિવાલોથી અમે આઝાદ થઈશું
શાળામાં જઈને ફરી અભ્યાસ કરશું
નોટ, પેન પેન્સિલથી ચિત્ર પણ દોરશું
મુક્ત રહી કોરોનાથી આઝાદ રહીશું
કોરોનાથી બચવા સૌ નિયમોમાં રહીશું…
યાકુબ પટેલ : પાલેજ