ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકની હદમાં આવેલા ઝનોર ગામમાંથી જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડેલા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસ સુત્રિય માહિતી અનુસાર નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. કે. જાડેજા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઝનોર ગામે નર્મદા નદી કિનારે કેટલાક ઇસમો બાવળની ઝાડીમાં ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે.
મળેલી બાતમીના આધારે પોલીસે છાપો મારતા સંજય અંબુ માછી, અશ્વિન નારાયણ માછી, યોગેશ મનુ માછી, પ્રદીપ ખુશાલ માછી, બુધા કાભઇ માછી, સુંદર ડાહ્યા વસાવા તેમજ જીતેશ ઉર્ફે જીતો પરસોત્તમ માછી ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે સુભાષ ઠાકોર માછી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલાઓની અંગ જડતી લેતા તેઓ પાસેથી રૂપિયા ૨૯,૦૧૦, દાવ પરના રોકડા રૂપિયા ૫,૩૪૦, મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫,૫૦૦ તથા ચાર મોટરસાયકલ કિંમત રૂપિયા ૬૨,૦૦૦ મળી કુલ ૧,૦૧,૮૫૦ ના મુદ્દામાલ સાથે સાતેય જુગારીઓવિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
યાકુબ પટેલ : પાલેજ