ભરૂચ નગરપાલિકા દબાણ શાખા દ્વારા શહેરભરમાં મુખ્ય માર્ગો પર દબાણ કરતાં લારી-ગલ્લાને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
ભરૂચમાં અનેક જગ્યાએ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતાં હોય છે. આજે શહેરમાં ટ્રાફિકને અડચણ કરતાં ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતાં લારી-ગલ્લાવાળા પર દબાણ શાખાએ તવાઈ બોલાવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાએ આજે જાહેરમાર્ગ પર દબાણ દૂર કર્યું હતું. રેલ્વે સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં આ રીતે માર્ગ પર દબાણ કરી વેચાણ કરતાં લારી-ગલ્લાવાળા સ્થળ પર હાજર ન હોય કે અન્ય કોઈપણ દુકાનો દ્વારા પણ જાહેરમાર્ગ પર દબાણ કરાતું હોય તો તેને નોટિસ પાઠવવામાં આવી હતી. આ કામગીરીમાં ભરૂચ પોલીસે પણ સાથ સહકાર આપ્યો હતો.
અહીં નોંધનીય છે કે ભરૂચ જિલ્લો અત્યંત નાનો અને ગીચ વિસ્તાર ધરાવે છે. ઉપરાંત જાહેરમાર્ગો ઘણી ખરી રીતે સાંકડા અને ગીચ છે જેમાં લારી-ગલ્લાનાં દબાણથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી રહે છે. આથી આજે ભરૂચની દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકા દ્વારા માર્ગો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં.
Advertisement