ભરૂચનાં રેલ્વે સ્ટેશન પાસે જીલ્લાનાં પોલીસ તથા વાહનવ્યવહાર કચેરીનાં સંયુકત ઉપક્રમે 32 માં ટ્રાફિક માસનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચમાં આજે રાજકીય અગ્રણીઓ અને જીલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક મહિના દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણીનાં ભાગરૂપે ટ્રાફિક અને વાહન વ્યવહારનાં નિયમોનું પાલન કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. આજના આ માર્ગ સલામતી માસની ઉજવણીનાં પ્રારંભે ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, બીજેપી પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, એસ.ડી.એમ. બી.એચ પ્રજાપતિ, નગરપાલિકા ચીફ ઓફિસર સંજય સોની, આર.ટી.ઓ. ઈન્સ્પેકટર વિનુ મકવાણ, આર.ડી.એસ. જે.ડી.પટેલ સહિતનાં ભરૂચ નગરપાલિકા અને પાલિકા કર્મીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement