ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પ્રયાસ હાથ ધરવામાં આવતા ભરૂચનાં ઝાડેશ્વર પાસેથી સી ડીવીઝન પોલીસે ચોરીનાં બુલેટ સાથે બે આરોપીઓને ઝડપી લઈ બુલેટ સાથે બે આરોપીઓને ઝડપી લઈ બુલેટ હસ્તગત કરેલ છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર ગત તા.14/1/21 નાં રોજ ઝાડેશ્વર રોડ પર આવેલા આઇનોક્ષ કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરેલા રોયલ એન્ફીલ્ડ બુલેટ રજી. નં. GJ-16-CE-3169 ની કિં. રૂ. 86000 કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરી લઈ જતાં ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ઇપીકો કલમ – 79 થી ગુનો દાખલ કરવામાં આવેલ હોય આ ગુનાની તપાસમાં ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવતા જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ભોજાણીનાં માર્ગદર્શન મુજબ તુરંત જ આઇનોક્ષ કોમ્પ્લેક્ષની મુલાકાત લેવામાં આવતા ગુજરાત સરકાર દ્વારા ચેક કરવામાં આવતા સમગ્ર બાઇક ચોરીનાં બનાવમાં બે વ્યક્તિ મોટરસાયકલની ઉઠાંતરી કરતાં જોવા મળ્યા હતા. જેની તપાસ કરતાં (1) દિપક દેવેન્દ્ર બારોટ રહે. ખારી પાછળ તાલુકા પંચાયત પાસે વાગરા તા. ભરૂચ. (2) એજાજ હસન જીતસંગ રહે. લાહોરી ગોડાઉન ફળિયું, વાગરા જી. ભરૂચને રોયલ એન્ફીલ્ડ બુલેટ બ્લુ કલરનું વાપરેલ હીરો પેશન કાળા કલરનું જેની કિં.રૂ. 86,000 તથા ગુનો કરવામાં વાપરેલ હીરો પેશન કાળા કલરનું કિં.રૂ.30,000 તથા મોબાઈલ નંગ 2 કિં.રૂ. 8000 તથા કુલ રૂ. 1,24,000 નાં મુદ્દામાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.