Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હાંસોટમાં પેટ્રોલ પંપ પર ટેમ્પો ચાલકે વિકલાંગને કચડી નાંખતા મોત…

Share

ભરૂચ જીલ્લાનાં હાંસોટમાં આજે હદય કંપાવનારી ઘટના બની છે. પેટ્રોલ પંપમાં એક ટેમ્પો ચાલકે વિકલાંગને બે રહેમીથી કચડી નાંખતા મોત નીપજવા પામ્યું હતું.

આ બનાવની સાથે જ અહીં હાંસોટનાં પેટ્રોલ પંપમાં લોકોનાં ટોળે-ટોળાં એકઠા થઈ ગયા હતા. હાંસોટનાં એક પેટ્રોલ પંપ પર એક ટેમ્પો ચાલક પેટ્રોલ પુરાવવા આવ્યો હતો તે દરમિયાન ટેમ્પો ચાલક પેટ્રોલ પુરાવવા માટે નીચે ઉતાર્યો હતો પેટ્રોલ પુરાવી પેટ્રોલ પંપનાં વર્કરને રૂપિયા આપી ટેમ્પો ચાલકે જોયા વગર અહીંથી પસાર થતા એક અજાણ્યા વિકલાંગ પર હદય કંપાવી નાંખે તે રીતે ટેમ્પોનાં પૈડાં ફેરવી નાંખ્યા હતા. આ દર્શયો પેટ્રોલ પંપનાં સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયા હતા.

આ સી.સી.ટી.વી. નાં ફૂટેજનાં આધારે ટેમ્પો ચાલક પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ ? તે તો જોવું રહ્યું પરંતુ અહીં એક વિકલાંગે આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે આથી પેટ્રોલ પંપ પર સર્જાયેલી ઘટનાએ લોકોના કાળજા કંપાવી નાંખ્યા છે. આ બનાવ બનતાની સાથે જ પેટ્રોલ પંપ પાસે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. હવે આગળ શું થશે ? કોઈ પોલીસ કાર્યવાહી થાય છે કે નહીં ? તે તો જોવું રહ્યું ?

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના બિલવાણ ખાતે આદર્શ નિવાસી કન્યા શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ઉમરપાડામાં આદિવાસી સંગઠન દ્વારા યુ.સી.સી.નો પ્રબળ વિરોધ કરાયો

ProudOfGujarat

રાજપીપળામાં ભારતીય સેના દિવસે સ્ટેટમાં ચાર પેઢીથી જોડાયેલા આર્મીમેનને યાદ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!