Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં સુએજ પ્લાન્ટની કામગીરી પર ટ્રેકટર નીચે દોઢ વર્ષની બાળકી કચડાઈ…

Share

– ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેક્ટર ગફલતભરી રીતે હંકારી દોઢ વર્ષની માસૂમ બાળકીને પાછળના ટાયર નીચે કચડી નાખતા મોત.

– ટ્રેકટર ચાલક પોતાનું ટ્રેક્ટર મૂકી ઘટનાસ્થળેથી ફરાર.

Advertisement

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બંબાખાના કોઠી ફળિયા નજીક ભરૂચ નગરપાલિકાનાં સુએજ પ્લાન્ટની કન્સ્ટ્રકશનની કામગીરી ચાલી રહી છે જ્યાં ગત મોડી રાત્રિએ માટી ભરેલા ટ્રેકટર ચાલકે તેના પાછળના ટાયરમાં દોઢ વર્ષની માસૂમ બાળકીને અડફેટમાં લઇ કચડી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી હતી.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બંબાખાના સ્થિત કોઠી ફળિયા ખાતે ભરૂચ નગરપાલિકાનાં સુએઝ પ્લાન્ટની કન્ટ્રકશનની કામગીરી ચાલી રહી છે જ્યાં કેટલાક મજુર વર્ગો પણ ઝૂંપડી ઊભી કરી તેમાં વસવાટ કરી રહ્યા છે જે ગત રોજ મોડી રાત્રિએ ઝૂંપડામાંથી એક દોઢ વર્ષની લક્ષ્મી નામની માસુમ બાળકી બહાર નીકળતાની સાથે જ માટી ભરેલા ટ્રેક્ટર નંબર જીજે 16 બીબી 4097 ના ચાલકે પોતાનું ટ્રેક્ટર ગફલતભરી રીતે હંકારી ટ્રેક્ટરના પાછળના ટાયર નીચે માસુમ બાળકી આવી જતા તેનું ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. બનાવના પગલે ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેક્ટર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.


Share

Related posts

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ: પણ માનવ મહેરામણ છલકાયું

ProudOfGujarat

આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો પ્રતીક ઉપવાસ ઉપર બેઠા, અનિયમિત પગારના ત્રાસથી કંટાળી કામદારો આંદોલનના માર્ગે

ProudOfGujarat

સુરત જીલ્લાનાં બારડોલી તાલુકા મથકે મૈસુરીયા સમાજની વાડી ખાતે કોવીડ-19 અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ વિના મુલ્યે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!