Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડી નજીક બે અલગ-અલગ અકસ્માતમાં પોલીસ કર્મી સહિત બેને ઇજા.

Share

ભરૂચ જિલ્લાના રાજપારડી નજીક બે અલગ-અલગ અકસ્માતોમાં એક પોલીસકર્મી સહિત બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. રાજપારડીથી નેત્રંગ તરફ જવાના રોડ પર રાજપારડીથી થોડે દુર બે મોટરસાયકલો સામસામે ટકરાતા તારારામ ગલવારામ દવે નામના ઇસમને ડાબા પગે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને રાજપારડી ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ પગે ફેકચર થયુ હોઇ, વધુ સારવાર માટે આગળ લઇ જવામાં આવ્યા હતા. ઘટના અંગે ઇજાગ્રસ્તના ભાઇ પરસોત્તમદાસ ગલવારામ દવે.રહે.ઝઘડીયાની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા એક અકસ્માતમાં રાજપારડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિલીપભાઇ અરવિંદભાઇ વસાવા તા.૧૧ મી ના રોજ અન્ય સાથી પોલીસ કર્મીઓ સાથે અવિધા તેમજ જુનાપોરા ગામના નાસતા ફરતા આરોપીઓ તેમજ શકદારોની તપાસમાં બાઇકો લઇને નીકળેલા હતા ત્યારે રાતના નવેક વાગ્યાના અરસામાં રાજપારડીથી અવિધા જવાના રોડ પર ભુંડવા ખ‍ાડી પાસે સામેથી આવતા શેરડીના એક ટ્રેકટરે અડફેટમાં લેતા કોન્સ્ટેબલ દિલીપને જમણા હાથે ઇજા થઇ હતી. તેની સાથે રહેલા પોલીસ કર્મીઓ અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. ઇજાગ્રસ્ત દિલીપને જમણા હાથે ફેકચર થયેલ હોઇ વધુ સારવાર માટે રાજપિપળા લઇ જવામાં આવેલ આ અંગે પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઇ અરવિંદભાઇ વસાવાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

૨૨ ભરૂચ લોકસભા બેઠક અંગે પત્રકાર પરિષદ યોજાય.પત્રકાર પરિષદને સંબોધતા ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા અને ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા …

ProudOfGujarat

અંકલેશ્વરનાં જીતાલી નજીક ઇકો કાર ચાલકે 4 જેટલી બાઇકને ટક્કર મારતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં.

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત બોરભાઠા નજીક આવેલ ખોડિયાર મંદિરે પતિના દીર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!