ભરૂચ જીલ્લામાં અવારનવાર ચોરી, લૂંટ, જુગારનાં ગુનાઓ બેફામ બનતા રહે છે જેને ડામવા માટે જીલ્લા પોલીસવડા તેમજ તેમની ટીમ સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં સીટી “એ” ડિવીઝન પોલીસે મોબાઈલ ચોરને પકડી પાડયો છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, ભરૂચ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ચાલતી દારૂ, જુગાર, ચોરી સહિતની ચાલતી અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મોબાઈલ ચોરીનાં ગુના અટકાવવા પોલીસ અધિક્ષક વિકાસ સુડાંનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “એ” ડિવીઝન પોલીસ સહિતનાં પી.આઇ. એ.કે.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફનાં માણસો પોલીસ મથકનાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ હતી કે એક શખ્સ પાસે અલગ-અલગ કંપનીનાં 6 મોબાઈલ છે જે બાતમીનાં આધારે તપાસ કરતાં સંજય હરિભાઇ વસાવા રહે.નિશાળ ફળિયું, મકતમપુર, ભરૂચ તેમજ અંગ ઝડતી કરતાં અલગ-અલગ કંપનીનાં કુલ 6 મોબાઈલ ફોન મળી આવ્યા જે મોબાઈલ ફોન બાબતે પૂછપરછ કરતાં મળી આવેલ મોબાઈલ પૈકી રેડમી કંપનીનો મોબાઈલ ફોન જે ગત તા.13/1/2021 નાં રોજ ભરૂચનાં સેવાશ્રમ રોડ ખાતે આવેલ હાર્ડવેરની દુકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરેલ હતી. પોલીસે કુલ કિં. 7000 નો મુદ્દામાલ, ચોરાઉ મોબાઈલ સાથે આરોપી સમક્ષ આઇ.પી.સી. કલમ 379 મુજબની કાર્યવાહી હાથ ધરી છે.