કોરોના મહામારી બાદ હવે સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાત અને ભરૂચમાં પણ આવતીકાલથી કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે.
ભરૂચમાં આવતીકાલથી કોરોના રસીકરણનો પ્રારંભ થતો હોવાથી આજે ભરૂચથી ત્રણ સ્થળો પર કોરોના રસીકરણનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. ભરૂચની આસપાસનાં વિસ્તારમાં કોરોનાની રસી પહોંચાડવા માટે ભરૂચથી આરોગ્ય શાખા દ્વારા આજે બપોરે કોરોનાની વેકસીનને સુરક્ષિત રીતે પહોંચતી કરવામાં આવી હતી.
અહીં નોંધનીય છે કે કોરોના મહામારી બાદ હવે કોરોનાની વેકસીન ભારતમાં આવી ગઈ છે. ગુજરાતમાં દરેક જગ્યાએ કોરોનાની વેકસીન પહોંચતી કરવામાં આવી છે અને લોકોને અનુરોધ કરાયો છે કે કોરોનાની વેકસીન લેવી જરૂરી છે તેવામાં આગામી સમયમાં જોવું રહ્યું કોરોનાની વેકસીન કેવી અસર કરે છે ?
Advertisement