*ઉતરાયણ પર્વની ઉજવણીમાં પતંગ રસિકો મગ્ન બન્યા..
*જાહેર માર્ગો પરથી પતંગની દોરી ૪ વાહન ચાલકો માટે જીવલેણ એકે જીવ ગુમાવ્યો..
ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં સમગ્ર ભરૂચ જિલ્લો મગ્ન બન્યો છે ત્યારે તેઓની ધારદાર દોરીના કારણે કેટલાય વાહનચાલકોના ગળામાં દોરી ફસાઈ જવાના કારણે ઇજાગ્રસ્તો બન્યા છે જેમાં રહાડપોર રોડ ઉપર ટુ વ્હીલર વાહન ચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩ લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાના પગલે પતંગની દોરીએ ૪ લોકોને બાનમાં લીધા હતા
અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રીજ ઉપરથી એક ટુ વ્હીલર વાહન ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેના ગળામાં પતંગની દોરી આવી જવાના કારણે તેના ગળાના ભાગે ઘસારો લાગતા ગંભીર ઇજાઓ થઇ હતી જેના પગલે લોહી વહેતું જોઈ લોકોએ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો
જ્યારે બીજો બનાવ ભરૂચ તાલુકાના રહાડપોર રોડ ઉપરથી પસાર થઇ રહેલા પારખેત પીપરીયા ગામના મહેન્દ્રભાઈ પરમાર પોતાની ટુ-વ્હીલર લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પોતાની દોરી ગોળા નજીકથી પસાર થતા ગળું કપાઈ જવાને કારણે રોડ પર ઢળી પડ્યા હતા અને તેમને ગંભીર અવસ્થામાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો
તો બીજી તરફ દહેજના કડોદરા ગામ નજીક ટુ વ્હીલર ગાડી ઉપરથી પસાર થઈ રહેલા ગણપતભાઈ વસાવા ના ગળાના ભાગે પતંગની દોરીનો ઘસારાથી તેઓનું પણ ગળુ કપાઈ ગયું હતું જેના કારણે તેઓને ગંભીર અવસ્થામાં સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
જ્યારે અન્ય એકને પણ પતંગની દોરી ના કારણે ગંભીર ઇજા થઇ હોવાની માહિતી મળી રહી છે તેઓને પણ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે
ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ પતંગની દોરી ના કારણે ઇજાગ્રસ્ત ટુ વ્હીલર વાહન ચાલકો ભોગ બન્યા હોવાની ઘટના ઉપરાછાપરી બની રહી હતી.