ઉત્તરાયણનાં દિવસે દાન કરી પુણ્ય પ્રાપ્ત કરવાનો અનેરો મહિમા રહેલો છે અને તેમાંય ખાસ કરી ગૌ પૂજાનું અનેરૂ મહત્વ રહેલું છે આ દિવસે વધુ પ્રમાણમાં ગાયને ઘૂઘરી ખવડાવવામાં આવે તો ગાયના સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાના કારણે વધુ પ્રમાણમાં ગાયને ઘુઘરી ન ખવડાવવા માટે પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
ઉત્તરાયણ પર્વ એટલે મકરસંક્રાંતિ અને આ પર્વ દાન અને પુણ્ય પ્રાપ્ત કરવાનો પર્વ માનવામાં આવે છે અને ખાસ કરી આ દિવસે ગૌ પૂજા કરવા સાથે ગાયને ઘાસચારો અને ઘઉં, જુવારની ઘૂઘરી ખવડાવવાનો અનેરો મહિમા રહેલો છે પરંતુ એક જ દિવસે પાંજરાપોળ ખાતે વધુ પ્રમાણમાં ગાયને ઘૂઘરી ખવડાવવાથી ગાયના સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાની વેદના વ્યક્ત કરવા સાથે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ કંસારાએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના દિવસ બાદ પણ ગાયને ઘૂઘરી ખવડાવવાનો આગ્રહ રાખે તેવી અપીલ કરી હતી ગાય વધુ પ્રમાણમાં ઘૂઘરી આરોગી લે તો તેના સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોવાનું તેઓએ મીડિયા સમક્ષ રજૂ કર્યુ હતું.
ઉત્તરાયણ પર્વએ ગાયને ઘૂઘરી ઓછી ખવડાવવા માટે પાંજરાપોળ ટ્રસ્ટીએ અપીલ કરી..જાણો કેમ ?
Advertisement