Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહનચાલકો અને રાહદારીઓને સાવચેતીનાં ભાગરૂપે ઓવરબ્રિજ ઉપર તાર લગાવ્યા…

Share

– ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકના ગળામાં દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે તંત્રની કામગીરી..

સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પવૅની ઉજવણી કરવા માટે પતંગ રસિકો ઉત્સુક બન્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ વાહન ચાલકોની સાવચેતીના ભાગરૂપે ભરૂચના ઓવરબ્રિજ સહિતના અન્ય વિસ્તારોમાં લોખંડના તાર બાંધી અનોખી રીતે સાવચેતીથી રાખવામાં આવી રહી છે જે કામગીરી આવકારદાયક કહી શકાય તેમ છે.

સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉતરાયણ પર્વની ઉત્સુકતા પતંગ રસિકોમાં જોવા મળી રહી છે જેના પગલે પતંગ રસિકોની દોરીથી કોઇ વાહનચાલક ઇજાગ્રસ્ત ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના વિવિધ જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટલાઈટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સુરક્ષા કરવામાં આવી રહી છે જેના પગલે ભરૂચના કોર્ટ રોડ ઉપર આવેલ ભૃગુઋષિ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતાં વાહનચાલકોનાં ગળામાં પતંગની દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્ટ્રીટ લાઈટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સાવચેતી રાખવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડીમાં આવેલ ઉંટડી પુલ એટલે રખડતાં ઢોરનો ઢગલો.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા માં સફાઈ કામદારો ને કાયમીના ઓર્ડર વિતરણ મામલે હોબાળો મચ્યો હતો..

ProudOfGujarat

ઝઘડિયાના રઝલવાડા પ્રાથમિક શાળા ખાતે ભાષામેળાનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!