Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇ.એમ.ટી અને પાયલોટની મદદથી બસેરા હોટલનાં લેડીસ ટોઇલેટમાં મહિલાની સફળ પ્રસુતિ કરાવી.

Share

આજરોજ 108 પાલેજ લોકેશન પર હોટેલ બસેરાનાં સ્ટાફ દ્વારા 108 ની મદદ માટે કોલ કરેલ જેમાં જણાવેલ કે એક મહિલાને ડિલિવરીનો દુખાવો થતાં બાથરૂમમાં ઢળી પડેલ છે જેથી જલ્દીથી જલ્દી 108 ની મદદ જોઈએ છે જેથી અમે કોલ મળ્યા બાદ તરત જ હોટલના સ્ટાફ સાથે વાત કરીને હોટલના લેડીસ ટોઇલેટની અંદર તપાસ કરતા એક મહિલાને ડીલીવરીનો ખૂબ જ દુખાવો હતો જેથી અમે પૂછપરછ કરતાં જાણવા મળેલું કે મહિલાના પૂરા મહિના થઇ ગયેલ છે ડિલિવરીના અને દુખાવો ખૂબ જ હોવાથી મહિલા ચાલી શકે કે ત્યાંથી ખસી શકે તેમ નથી જેથી અમે ઇ.એમ.ટી અને પાયલોટે સમય સૂચકતા વાપરીને ત્યાં જ સફળ ડીલીવરી કરાવી હતી જેમાં નવજાત બાળકનો જન્મ થયેલ હતો. નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ બે ત્રણ રાઉન્ડ ફીટ વીંટળાયેલી હતી જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેથી તરત જ આ ગર્ભનાળ ને બે આંગળીની મદદથી દૂર કરેલ ત્યારબાદ ઓક્સિજન આપીને હોસ્પિટલ પર ડોકટરને જાણ કરીને માતાને અને બાળકને જરૂરી સારવાર સાથે સરકારી હોસ્પિટલ પાલેજ સી.એસ.સી ખાતે લઈ જવામાં આવેલા જ્યાં બંનેની તબિયત સાધારણ છે.

પેશન્ટનું નામ કંકુબેન મિતેશભાઇ રાઠવા ઉંમર 21 જે પોતાના પતિ સાથે સુરતથી પોતાના વતન ઘોઘંબા પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં જતા હતા એસ.ટી બસમાં મુસાફરી કરતા હતા જ્યાં હોટલ બસેરા, વરેડિયા ગામ પાસે આવેલ છે જ્યાં એસ.ટી બસ ચા-નાસ્તા માટે ઉભી રાખેલ હતી જ્યાં કંકુબેનને દુખાવો થતાં તે લેડિઝ ટોઇલેટમાં જ ઢળી પડ્યા હતા. જેથી ઇ.એમ.ટી ધર્મેશભાઈ ગાંધી અને પાયલોટ મુનાફભાઈ દ્વારા હોટલના લેડીસ ટોઇલેટમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવેલ હતી. ૧૦૮ એમ્બુલન્સ ની ટિમની કામગીરી હોસ્પિટલના સ્ટાફ તેમજ સગર્ભાના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને EME અશોક મિસ્ત્રીએ ૧૦૮ ના ઇ.એમ.ટી ધર્મેશભાઈ તેમજ પાઇલોટ મુનાફભાઈને ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક ખાનગી બસને અકસ્માત થતાં એકનું મોત- અન્ય દસને ઇજા.

ProudOfGujarat

ભરૂચનાં વેજલપુરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા શખ્સને પકડી પાડતી બી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

શું અંકલેશ્વર નગરપાલિકામાં રૂ. 36 લાખનો ગેરવહીવટ થયો છે ? ક્યારે અને કેવી રીતે…??? જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!