મિલ્લત ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને મુનશી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન નીતિમાં આવી રહેલા ફેરફારોની લોકોમાં જાગૃતિ આવે માટે એજ્યુકેશન સેમિનારનું મુનશી વિદ્યાભવન ખાતે કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં આજરોજ ગિફ્ટટેડ 30 Foundation- 2021 નાં એડમિશન માટે 8 પાસના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો.
જેમાં જાણીતા વક્તા હુડા ગ્રુપ ઓફ સ્કુલના ડાયરેકટર ડો.સૈયદ બુરહાન, ઉષ્માનિયા ઇન્સ્ટિટ્યૂટના કોર્સસ્પોનેડત આમિર હાસમી, ગ્રેસ ઇન્ટરનેશનલ સ્કુલ એન્ડ કોલેજના ચેરમેન અહદ ફારૂકી, ભાવનગરના રાઈટ વે સ્કૂલના ફાઉન્ડર મુફ્તી ડો.સાજીદ ફલાહી વિશેષ ઉપસ્થિત રહી એજ્યુકેશનમાં આવનાર પરિવર્તન અંગે જાણકારી આપી હતી. યોજાયેલ સેમિનારમાં મુનશી મનુબરવાળા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કમીટીના સભ્યો, WBVF Education કમીટ ના સભ્યો, PMET Surat ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કમીટીના સભ્યો, મુનશી વિદ્યાભવનના શિક્ષકો, વિવિધ શાળાઓના આચાર્યો હાજર રહ્યા હતા.
ભરૂચ : મુનશી વિદ્યાભવન ખાતે એજ્યુકેશન સેમિનાર યોજાયો…
Advertisement