ભરૂચ જીલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી જતાં સમગ્ર જીલ્લામાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ અનુભવાયું હતું. ધુમ્મસના કારણે વહેલી સવારે ખાનગી કંપનીઓ તેમજ પોતાના કાર્ય માટે નીકળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ભરૂચમાં ઠંડીનું પ્રમાણ અતિશય વધી જતાં રોડ રસ્તાઓ પર અત્યંત ધુમ્મસ છવાયેલ વાતાવરણ સર્જાયું હતું. ધુમ્મસને કારણે વિજિબીલીટીમાં ઘટાડો થતાં રસ્તા પર પસાર થતાં વાહન ચાલકોને પોતાના ટુ વ્હીલ-ફોર વ્હીલની ફરજિયાતપણે લાઇટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાય હતી. ધુમ્મસના કારણે રાહદારીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.
અહીં નોંધનીય છે કે ભરૂચની આસપાસના વિસ્તારોમાં અનેક ખાનગી કંપનીઓ આવેલી છે આ ખાનગી કંપની દ્વારા પણ અનેક વખત વાયુ પ્રદૂષણ થતું હોય છે ? તેવું ભરૂચના લોકમુખે ચર્ચાઇ છે ? ખરેખર આજે વહેલી સ્વરે સર્જાયેલ ધુમ્મસનું વાતાવરણ હતું કે અન્ય કોઈ ખાનગી કંપનીનું વાયુ પ્રદૂષણ ? તેમજ આ ધુમ્મસના કારણે વહેલી સવારે જતાં રાહદારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.