Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : 108 આ ઉત્તરાયણ 2021 ને ઉજવવા તત્પર, લોકોની મહામૂલી જીંદગી બચાવીને…!!!

Share

ઉત્તરાયણ અને પતંગ મહોત્સવ એ એક સદભાવ અને ખૂબ આનંદમય ઉજવાતો ગુજરાતનો તહેવાર છે. ગુજરાત સરકારના ૧૦૮ ઇમરજન્સી સેવા ગુજરાતના તમામ નાગરીકોને ખુબ જ આનંદમય અને સલામત ઉત્તરાયણ અને પતંગ મહોત્સવની શુભ વિશેષ સંદેશો લઇને આવી છે. ઉત્તરાયણના દિવસે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને જરા પણ થોભ્યા વિના દીવસ-રાત પતંગો ચગાવે છે. બાળકો પતંગો પકડવા રસ્તા પર દોડી આવે છે, સાવચેતીના બધા જ પગલાં હોવાં છતાં દુઘર્ટના બનતી હોય છે. તો ૧૦૮ ની એક વિનંતી છે કે તે દુઘર્ટના બાદ ભયભીત થવાને બદલે ૧૦૮ ડાયલ કરો.
ખુશ ખુશાલ અને સલામત ઉત્તરાયણની શુભેચ્છા સાથે
જણાવે છે કે “છેલ્લા દાયકાથી ગુજરાત સરકારના સહયોગ, માર્ગદશર્ન અને સંકલન થકી રાજ્યમાં તાલીમબદ્ધ
પાઇલટ, ઈએમટી, તેમજ ડોકટર અને સુપરવાઇઝસર વધનારી ઇમરજન્સીને પ્રતિસાદ આપવા તપ્પર છે.
આનંદના આ પર્વમાં સંપૂર્ણ સલામતીની તકેદારી રાખશો અને આમ છતાં જો કોઇ ઇમરજન્સી જણાય તો ૧૦૮ ને કરેલો એક ફોન કૉલ આપના સુધી વિનામૂલ્ય આપાતકાલીન મદદ માટે પયાર્યી રહેશે.

ઉત્તરાયણની તૈયારીની સાથે સાથે લોકો આનદંમય અને સલામત ઉત્તરાયણ મનાવી શકે તે માટે નીચે મુજબના વધુ માપદંડ ધ્યાને રાખ્યા છે:
• ૧૦૮ નું લોકેશન વ્હ્યુરચના યુક્ત આયોજનથી નક્કી થાય છે કે કોઇપણ જાતની ઇમરજન્સીને પ્રતિસાદ આપી શકે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં જીવન બચાવવા જરૂરી એવી તમામ દવા અને સાધન સામગ્રી અને તાલીમ પામેલ સ્ટાફ હોય છે.
• તમામ પાયલટ, ઇ.એમ.ટી તથા ડોકટર ને એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય તે વખતે સચેત રહેવા જણાવાયું છે.
• વધારે કેસ મળનાર વિસ્તારમાં વધારે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

– ઉત્તરાયણ માટે ૧૦૮ તરફથી માર્ગદર્શન શું કરવું જોઈએ :

૧. પતગં ચગાવતા પહેલા આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવી
જોઈએ.
૨. બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવા જોઇએ.
૩. વાહન ચાલકે હેલ્મેટ જરૂર પહરેવું જોઇએ.
૪. જો કોઈને કંઇ ઈજા થાય તો ૧૦૮ નંબર ડાયલ કરવો.

– શું ના કરવું જોઇએ ?

૧. લીસી, ખરબચડી, તૂટેલી અને નબળી અગાસી/છત કે
ધાબા પર ઉભું ન રહવે જોઈએ.
૨. નબળા બંધકામ કે છાપરા પર પતગં ચગાવવા ચડવું નહીં.
૩. ઉંચાઇએથી જમીન પર કુદવું ન જોઈએ.
૪. જાહરે રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઈએ.
૫. ઈલેક્ટ્રીક વાયર, રોડ અને વીજળીનાં થાંભલાની નજીક
પતંગ ચગાવવા ન જોઇએ.
૬. અગાસી/ છત કે ધાબાની પાળી પર ચઢવું ન જોઇએ.
૭. ઈલે.ના વાયરમાં ફસાયેલ પતગં કે દોરી લેવા માટે પ્રયાસ
કરવો નહિ.


Share

Related posts

ભરૂચના સ્ટેશન રોડ પર સી.એન.જી.કારમાં આગ,કોઈ જાનહાની નહીં-ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો…

ProudOfGujarat

અંક્લેશ્વર GIDC નાં બંધમકાના માંથી તસ્કરો હાથ ફેરો કરી ગયાં…

ProudOfGujarat

HAPPY BIRTHDAY M.S.DHONI. : ધોનીનાં જીવનમાં 7 નંબર અંકનું શું છે મહત્વ ? જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!