ભરૂચનાં વાલિયા પંથકમાં આજે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું. વહેલી સવારથી અત્યંત ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણમાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
શિયાળાની ઋતુમાં વહેલી સવારે ધુમ્મસ આચ્છાદિત વાતાવરણ અનુભવાતું હોય છે આજે સવારથી જ ભરૂચનાં વાલિયામાં અત્યંત ધુમ્મસભર્યું વાતાવરણ અનુભવાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ધુમ્મસભર્યા વાતાવરણનાં કારણે જાહેરમાર્ગોમાં વાહન લઈ પસાર થવું અધરું બન્યું હતું તેમજ એક્સિડન્ડ થવાનો ભય રહે છે.
અહીં નોંધનીય છે કે વાલિયામાં આજે ધુમ્મસ આચ્છાદિત વાતાવરણમાં ખરેખર કુદરતનો કેફ હતો કે આસપાસની કંપનીઓનાં પ્રદૂષણની હવા હતી આવા અનેક સવાલો અહીંથી પસાર થતાં રાહદારીઓએ કર્યા હતા.
Advertisement