*શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ સર્કલ બનાવાયા.
*શૈક્ષણિક શાળાઓ શરૂ થતાં જ બેરોજગાર બનેલા શિક્ષકોમાં આનંદની લહેર.
*એક વરસથી કોરોના કાળમાં બેરોજગાર બન્યા હતા શિક્ષકો.
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી એ લોકોના હાલ બેહાલ કર્યા હતા અને તેમાંય ખાસ કરી શૈક્ષણિક શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવતા છેલ્લા એક વર્ષથી શિક્ષકો પણ બેરોજગાર બન્યા હતા પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે ધોરણ-10 અને 12ના વર્ગ ચડાવવા માટે શિક્ષણ મંત્રી આદેશ આપતા જ ભરૂચની શાળાઓમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને ટેમ્પરેચર માપી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેના પગલે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના ચહેરા ઉપર પણ રોનક જોવા મળી હતી
ગત માર્ચ 2020 થી કોરોનાની મહામારી એ ભરૂચ જિલ્લામાં પગ પેસારો કર્યો હતો જેના પગલે સાવચેતીના ભાગરૂપે સરકારે પણ લોકડાઉન જાહેર કર્યું હતું અને કેટલાય પિકનિક પોઈન્ઓટોથી માંડી અનેક વેપાર ધંધા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતા અને તેમાંય ખાસ કરી શાળા કોલેજો ઉપર પ્રતિબંધ ફરમાવતા શિક્ષકોની હાલત કફોડી બની હતી એક વરસથી કોરોનાની મહામારી ના કારણે શૈક્ષણિક શાળાઓ બંધ રહેતા હજારો શિક્ષકો પણ બેરોજગાર બન્યા હતા ત્યારે કોરોના પણ હવે ધીરે ધીરે રહેવા થતા આગામી માર્ચ મહિનામાં યોજાનારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગ ચાલુ કરવા માટે આદેશ આપ્યા હતા જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીઓ ની સુચના મુજબ ભરૂચ ની શાળાઓ માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે શાળાઓમાં ગોળ સર્કલ બનાવ્યા શાળામાં આવતા વિદ્યાર્થીઓ નું ટેમ્પરેચર માપવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને શિક્ષકોએ પણ ફૂલ આપી તેઓનું સ્વાગત કર્યું અને તમામ વિદ્યાર્થીઓ ને માત આપીને સરકાર ની ગાઈડલાઈન મુજબ શિક્ષણ ક્ષેત્ર શરૂ કરવામાં આવતા જ વિદ્યાર્થીઓ સાથે બેરોજગાર બનેલા શિક્ષકોના ચહેરા ઉપર પણ અનોખી રોનક જોવા મળી હતી અને સમગ્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.