– નારાયણ નગર ૩ અને નવગ્રહ મંદિરની ટીમ વચ્ચે ફાઇનલમાં નારાયણ નગર ત્રણ ટીમનો વિજય..
– વિજેતા ટીમોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ.. વિજેતા ટીમને ફટાકડા ફોડી ઝૂમી ઉઠયા..
ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલા નવગ્રહ મંદિર નજીકના નર્મદા નદીના કિનારે વસાવા સમાજ દ્વારા માં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ટીમો અને બેસ્ટ બોલર અને બેસ્ટ બેસ્ટમેનને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલિલા માં નર્મદા નદીના ઓવારા ક્રિકેટ રસિકો માટે આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યા છે ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલા નવગ્રહ મંદિર નજીકના નર્મદા નદીના ઓવારે વસાવા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલ મેચ નારાયણ નગર ૩ સોસાયટીની ટીમ નવગ્રહ મંદિરની ટીમ વચ્ચે જંગ જામી હતી. જેમાં નારાયણ નગર ત્રણની ટીમનો વિજય થતા તેઓ ઝુમી ઉઠયા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. નારાયણ નગર ૩ની ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સાથે ઉપસ્થિત મહાનુભાવ ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, કોંગ્રેસના હોનહાર આ જેવાં ઝુલ્ફીકાર અલી સૈયદ દિનેશ મકવાણા, શૈલેષભાઈ કાયસ્થ, કિશોરભાઈ સોલંકી સહિતના હસ્તે વિજેતા ટીમો તથા બેસ્ટ બોલર અને બેસ્ટ બેટસમેનને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
માં ટુર્નામેન્ટનું આયોજન રવિ સોલંકી અને વિજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને આવનારા સમયમાં મોટા પાયે ક્રિકેટનું આયોજન કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.