ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીની ફાર્માસ્યુટીકલ મેનેજમેન્ટ એન્ડ રેગ્યુલેટરી અફેર્સની પરીક્ષામા ભરૂચની દુલારી પરમારે ગોલ્ડમેડલ પ્રાપ્ત કરી ભરૂચનું ગૌરવ વધાર્યું છે.
જૂન ૨૦૧૭ જી.ટી.યુ દ્વારા લેવાયેલ ફાર્માસ્યુટીકલ મેનેજમેન્ટ એન્ડ રેગ્યુલેટરી અફેર્સની પરીક્ષામા ભરૂચના શક્તિનગર ખાતે રહેતા ડો.લતાબેન પરમારની પુત્રી દુલારી પરમારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જાન્યુઆરી માસમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ કોન્વોકેશનમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ભરૂચની દુલારી પરમારને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યો હતો. જેના પગલે ભરૂચના શૈક્ષણીક ક્ષેત્રે આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી છે.
Advertisement
પુત્રી દુલારીની આ સીધ્ધીથી માતા ડો.લતાબેન પરમાર અત્યંત ગૌરવ સાથે તેની ઉજવણી કારકિર્દીની કામના વ્યક્ત કરી હતી.
હારૂન પટેલ