ભરૂચમાં ફરી એક વખત 45 જેટલા પશુઓને ગેરકાયદેસર નિકાસ કરતાં રાજપારડી પોલીસે 4 શખ્સોને ઝડપી પાડયા છે. આ પહેલા પણ ભરૂચ પોલીસ દ્વારા 13 અબોલ પશુને ટેન્કરમાં લઈ જતાં 2 શખ્સોને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર ભરૂચ જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરીનાં ગુનાઓ બનતા અટકાવવા માટેની કામગીરી નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈને સોંપવામાં આવેલ હોય, જેના અનુસંધાને ભરૂચ ડી.સી. કંટ્રોલનાં લોગ મેસેજનાં આધારે પોલીસ સબ ઈન્સ્પેકટરની ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ તપાસમાં હોય તે દરમિયાન ડી.સી. કંટ્રોલનાં લોગમાં ટ્રકોનાં નંબર સિવાય અન્ય ચાર જેટલી ટ્રકમાં તાડપત્રી બાંધેલ હોય જે શંકાસ્પદ હાલતમાં નેત્રંગ જવાના રસ્તા પર સારસા માતાનાં મંદિર પાસે મળી આવતા ચારેય ટ્રકોને ઊભી રાખી તેની અંદર તપાસ કરતાં ટાટા ટ્રક નંબર (1) GJ-16-Z-8686 નાં ડ્રાઈવર મહેબૂબ રસુલ મલેક રહે.મહંમદપુરા ભરૂચ જેની ટ્રકમાં કુલ 11 નંગ ભેંસો ભરેલી હોય. (2) ટ્રક નં. GJ-01-BY-5656 નાં ડ્રાઈવર હનીફ અલી મારવાડી રહે. ભરૂચ જેની ટ્રકમાં કુલ 9 નંગ ભેંસો ભરેલ હોય. (3) ટ્રક નં.GJ-16-W-9886 નાં ડ્રાઈવર બાબુભાઇ ચંદુ તડવી રહે.ભરૂચ મકતમપુર, સિદ્ધિ વિનાયક મંદિરની બાજુમાં જેની ટ્રકમાં જોતાં કુલ 8 નંગ ભેંસો ભરેલી હોય તથા 5 ભેંસોનાં 12 પાડીયા ભરેલા હોય. (4) GJ-16-Z-5656 નાં રાઈવાર યુસુફ મહમદ પટેલ રહે.બદલ પાર્ક સોસાયટી ભરૂચનાં ટ્રકમાં 8 ભેંસો તથા 4 ભેંસનાં બચ્ચા પાડીયા 12 ભરેલ હોય આવી રીતે ટ્રકોમાં અબોલ પશુઓને ભરેલા હોય ખીચોખીચ દોરી વડે બાંધી તેમણે ખાવા માટે ઘાસચારાની અવસ્થા ન હોય તેવી રીતે લઈ જતાં ચારે ટ્રકોમાં ભરેલ 36 ભેંસો જે એક ભેંસની કિંમત રૂ.10,000 લેખે કુલ 36 ભેંસોની કિંમત રૂ.3,60,000 ગણી શકાય છે અને આ ભેંસોનાં બચ્ચા પાડીયાની કિં રૂ. 2000/- ગણી કુલ રૂ.18,000 ની કિંમતનાં 9 બચ્ચા પાડીયા અને કુલ 4 ટ્રકોની કિં રૂ. 20.00,000 મળી કુલ રૂ.23,78,000 નાં મુદ્દામાલ સાથે ચારે શખ્સોને રાજપારડી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઇ. જે.બી.જાદવ, પી.સબ.ઇ. નીકુલભાઈ, પો.કો. દિલીપભાઇ, પો.કો. ચંપકભાઈ સહિતનાં પોલીસે કરી હતી.
ભરૂચથી નેત્રંગ જતાં રસ્તા પર 45 પશુઓને ગેરકાયદેસર નિકાસ કરતાં ચાર શખ્સોને ઝડપી પાડતી રાજપરડી પોલીસ.
Advertisement