*ભરૂચના કતોપોર બજાર ખાતે પતંગ દોરી માટે પતંગ રસિકો ઉમટ્યા.
*કોરોનાના ભય વચ્ચે પણ ઉતરાયણ પર્વ મનાવવા પતંગ રસિકોમાં અનેરો આનંદ..
*દોરીને માંજો પીવડાવવા લોકોની ભારે ભીડ..
*કતોપોર બજારમાં સાંકડા માર્ગો અને આડેધડ ઉભા રહેતા વાહનોના કારણે ટ્રાફિક જામ..
*નગરપાલિકાની જાહેર માર્ગ ઉપર અધુરી કામગીરીના કારણે ટ્રાફિક જામનો ભોગ બનતા વાહનચાલકો..
કોરોનાની મહામારી ને લઈ સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેના કારણે પતંગ બજારોમાં ખરીદીનો માહોલ જામતો ન હતો પરંતુ બે દિવસથી ભરૂચના પતંગ દોરી બજારમાં ખરીદીનો માહોલ જામતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે પતંગ રસિકો પણ ઉત્તરાયણનો પર્વ મનાવવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે
સમગ્ર વિશ્વમાં છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાની મહામારી એ સમગ્ર ઉત્સવોને ફીકકા પડ્યા છે ત્યારે જાન્યુઆરી મહિનામાં આનંદ ઉલ્લાસનો પર્વ એટલે કે ઉત્તરાયણનો ઉત્સવ પણ ફીક્કો પડે તેવી દહેશત વેપારીઓમાં જોવા મળી હતી ભરૂચના કતોપોર બજાર શક્તિનાથ સહિતના વિવિધ પતંગ દોરી બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો હતો જેના પગલે ભરૂચના કરતો પર બજાર વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર જ ભરૂચ નગરપાલિકા દ્વારા ખાડો ખોદી કામગીરી અધૂરી છોડી દેવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી સાથે ટ્રાફિક જામનું ભારણ પણ વેઠવાનો વારો આવ્યો છે કરતો બજારમાં દોરીને માજો ચડાવવા માટે સવારથી જ પતંગ રસિકો ભીડ જમાવી રહ્યા છે ભરૂચમાં બે દિવસથી કોરોનાના ભય વચ્ચે પણ પતંગ રસિકો પતંગ અને દોરીની ખરીદી કરવા માટે બજારોમાં ભારે ભીડ જમાવી રહ્યા છે જેના પગલે વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે
દરેક તહેવારો અને ઉત્સવો સિક્કા પડ્યા બાદ ઉતરાયણ પર્વ પણ સરકારના નિયમો જાહેર કરતા જ પતંગ દોરીના વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા પરંતુ પતંગ રસિકોએ પણ કોરોના ના ભય વચ્ચે પણ ઉત્સવને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાના ભાગરૂપે ભરૂચના બજારોમાં પતંગ અને દોરીની ખરીદી કરવા માટે ભારે ભીડ જમાવી હતી જેના પગલે વેપારીઓના ચહેરા ઉપર પણ રોનક જોવા મળી હતી.