*સોનેરી મહેલ થી ફાટા તળાવ સુધીનો સમગ્ર માર્ગ બિસ્માર અને સાંકડો હોવાના કારણે પડી રહી છે હાલાકી…
*બિસ્માર માર્ગોને કારણે વેપારમાં મંદી નો મહોલ..
*વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા હલ ન થતાં વેપારીઓ મેદાનમાં..રોડ નહીં તો વોટ નહીં..
ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં અનેક જાહેર જાહેરમાર્ગો આજે પણ બિસ્માર અવસ્થામાં જોવા મળી રહ્યા છે જેના કારણે કેટલાય વિસ્તારો ના વેપાર ધંધા પડી ભાંગ્યા છે જેના પગલે ભરૂચના વોર્ડ નંબર 11 ના સોનેરી મહેલથી ફાટા તળાવ સુધીનો જાહેર માર્ગ અત્યંત બિસ્માર થઇ જવાના કારણે આ વિસ્તારના વેપાર-ધંધા પડી ભાંગ્યા હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ પણ રોડ નહીં તો મત નહીં તેવા હુંકાર સાથે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે
સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી કે પછી તાજેતરમાં આવી રહેલી નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની કે પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી મા મતદારો પોતાના વિસ્તારોની માળખાકીય સુવિધા ન હોવાના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી બેનર લગાવતા હોય છે ત્યારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જેના પગલે ભરૂચના વોર્ડ નંબર 11 મા સોનેરી મહેલ થી ફાટા તળાવ સુધીનો જાહેર માર્ગ અત્યંત બિસમાર બની ગયો છે અને પાણીની પાઈપલાઈન તથા ગટર લાઈન માટે વારંવાર ખોદકામ કર્યા બાદ કામગીરી અધૂરી છોડી દેવામાં આવે છે જેના કારણે સમગ્ર માર્ગ બિસમાર બની જવાના કારણે કેટલાય વાહનચાલકો અને રાહદારીઓ આ વિસ્તારમાં આવી શકતા નથી જેના પગલે કેટલાય વેપારીઓને ભારે મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે પરંતુ બિસ્માર માર્ગ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓના પેટનું પાણી ન હાલતા નાછૂટકે વિસ્તારના લોકોએ ચૂંટણી બહિષ્કાર નો એલાન કરવાની ફરજ પડતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે
ભરૂચના કોઠી રોડ તથા વડાપડા રોડનો સમગ્ર માર્ગ અત્યંત બિસમાર અને સાંકડો હોવાના કારણે કેટલાય રાહદારીઓ અને વાહનચાલકો આ વિસ્તારમાં જવાનું ટાળતા હોય છે જેના કારણે સ્થાનિક વેપારને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર સ્થાનિક વેપારી એસોસીએશન મેદાનમાં ઊતર્યું છે અને સમગ્ર માર્ગ ની મરામત નહીં થાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે આ વિસ્તારના જાહેરમાર્ગો વહેલી તકે મરામત કરાવવામાં આવે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે.