– શહેરની ચિકન શોપ પર પશુપાલન વિભાગ દ્વારા સતત સર્વે..
– જિલ્લાના તમામ તાલુકામાં ચાલી રહી છે કામગીરી..
– અત્યાર સુધી જિલ્લામાં બર્ડ ફલુનો એક પણ કેસ નહિ..
સમગ્ર ગુજરાતમાં બર્ડ ફ્લુની દહેશતના પગલે તંત્ર પણ એલર્ટ થઈ રહ્યું છે જેના પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ શહેરમાં ચાલી રહેલી ચિકનની શોપ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું જેના પગલે ચિકન રસિકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું.
આજરોજ ભરૂચ જીલ્લામાં જુદા-જુદા તાલુકા દીઠ 5 ટીમ સર્વે માટે ઉતારી છે જેમાં ભરૂચ જીલ્લામાં 45 ટીમો સર્વે કરશે તેમજ 168 પોલ્ટ્રીફાર્મ રજીસ્ટર થયેલા છે તે પૈકી હાલમાં 153 ફાર્મ પર 3,87,900 પક્ષી આવેલા છે તેનો સર્વે આ ટીમ દ્વારા કરવામાં આવશે.
વિદેશી પક્ષીઓમાંથી ગુજરાતમાં બડૅ ફલુની દહેશત વર્તાઈ રહી છે જેના પગલે ભરૂચ જિલ્લા સહિત તમામ તાલુકાઓમાં તંત્ર પણ સજ્જ થઈ રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં ચાલી રહેલી ચિકન શોપની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને ભરૂચના તમામ વિસ્તારોમાં ચિકન શોપની દુકાનોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ હજુ સુધી બર્ડ ફલુનો એક પણ કેસ મળી આવ્યો ન હોવાની માહિતી સાંપડી છે.