Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ચાવજ રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મૃત્યુ

Share

ચાવજ રેલ્વે ફાટક પાસે રાત્રીના સુમારે કોઈક ટ્રેનની અડફેટે આવી જતા અજાણી મહિલાનું મૃત્યુ થયું હતું. જેની ઓળખ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ વડોદરા વચ્ચેના રેલ્વે ટ્રેક પર ચાવજ રેલ્વે ફાટક થી બે કિલોમીટર દૂર કોઈક ટ્રેનની અડફેટે આવી જતા ૪૫ થી ૫૦ વર્ષની અજાણી મહિલાનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. તે અંગેની જાણ ભરૂચ સી ડીવીઝન પોલીસના પી.આઈ આર.ડી કવાને જાણ થતા હદ અંગેના કોઈ વિવાદમાં પડ્યા વિના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને તેની માહિતી આપી તેઓની મદદથી અજાણી મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : પર્યાવરણના થયેલ નુકસાન સામે ઔદ્યોગિક એકમો પાસે દંડ પેટે વસુલાત થયેલ રકમ પર્યાવરણના રક્ષણના હેતુથી અસરગ્રસ્ત વિસ્તારમાં વાપરવા માટેની પર્યાવરણવાદીની માંગણી.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં અણખી ગામ નજીક આવેલ એરટેલ મોબાઈલ ટાવર નીચે કેબિનમાં પતરું તોડી તેમાં રાખેલ 24 બેટરી કિંમત 1,24,000 ની મત્તાની કોઈ ચોર ઇસમો ચોરી કરી ગયેલ જેની તપાસ સંધર્ષે જંબુસર પોલીસને સફળતા મળી અને ચાર વ્યક્તિની ધરપકડ કરી.

ProudOfGujarat

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૬માં પ્રવેશ મેળવવા માટે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવા અનુરોધ

ProudOfGujarat
error: Content is protected !!