ભરૂચમાં અવારનવાર મિલકત સંબંધી ગુના બનતા રહે છે જેને અટકાવવા માટે શહેર પોલીસ હંમેશા તત્પર રહે છે. ગઇકાલે ભરૂચ એસ.ઓ.જી. ટીમ દ્વારા ડીઓ મોપેડ સાથે શ્રવણ ચોકડી પરથી એક શખ્સને પકડી પાડયો છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શનનાં આધારે એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી અને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ભરૂચ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર કે.ડી. મંડોરાનાઓની સૂચનાનાં આધારે પો.સ.ઇ. એમ.આર. શકોરિયા, પો.સ.ઇ. એન.જે.ટપારીયા અને એસ.ઓ.જી. સ્ટાફનાં માણસો એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરીમાં ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શેરપુરાથી શ્રવણ ચોકડી ભરૂચ તરફ આવતા એક શંકાસ્પદ વ્યક્તિ દ્વારા ડીઓ મોપેડની ચોરી કરેલ છે તેવી બાતમી મળેલ આ ચોકકસ બાતમીનાં આધારે પોલીસ કડક કામગીરી હાથ ધરતા ભરૂચનાં શેરપુરાથી શ્રવણ ચોકડી વિસ્તારમાં તલાશી લેતા સહજાનંદ કોમ્પ્લેક્ષ, શ્રવણ ચોકડી પાસેથી એક શંકાસ્પદ ડીઓ મોપેડ જેનો ચેચીસ નંબર ME4JF39EMH7027813, અને એન્જિન નં. JF39E72139223 જેની કિંમત રૂ.40,000 ની સાથે સુહેલ ઈસ્માઈલ બારીવાલા રહે.આમેના પાર્ક સોસાયટી, ડુંગરી શેરપુરા રોડને પોલીસ તપાસમાં ગાડીના આધાર પુરાવા બાબતે તલાશી લેતા તેને પોલીસ સમક્ષ ગાડીના કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યુ હતું આથી આ આરોપીની શ્રવણ ચોકડી પાસેથી અટકાયત કરવામાં આવી છે.
આ કામગીરીમાં પો.સ.ઇ. એમ.આર. શકોરિયા, પો.સ.ઇ. એન.જે.ટપારીયા, પ્રો.એ.એસ.આઇ. પ્રદીપભાઇ અમેશભાઈ, હે.કો. અનિરુદ્ધસિંહ, હે.કો. વરસનભાઈ, પ્રો.કો.મો. ગુફરાન મો.આરીફ સહિતનાં પોલીસ કર્મચારીઓએ કરી હતી.