ભરૂચ જીલ્લા આયોજન મંડળ અને ધારાસભ્ય દુષ્યંત પટેલની ગ્રાન્ટમાંથી આજે ભરૂચ શહેરની મધ્યમાં આવેલા માતરીયા તળાવ ખાતે વિવિધ જગ્યાઓ પર હળવી અંગ કસરતનાં સાધનોનું રૂ.પાંચ લાખની ગ્રાન્ટથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં માતરીયા તળાવમાં વહેલી સવારે અને સાંજે અનેક લોકો સ્વાસ્થયની કાળજી માટે ચાલવા આવતા હોય છે આથી અહીં આ પ્રકારની કસરતનાં સાધનો મૂકવાથી લોકોની સુખાકારીમાં વધારો થશે.
તેમજ આ તકે ધારાસભ્ય દુષ્યંત પટેલે કસરતનાં સાધનોનું લોકોર્પણ કરતી વખતે જણાવ્યુ હતું કે આધુનિક સમયમાં ઓપન જીમનો કોન્સેપ્ટ લોકો અપનાવતા થયા છે તેવામાં અહીં માતરીયા તળાવનાં ગાર્ડનમાં તથા વિવિધ જગ્યાઓ પર અંગ કસરતનાં સાધનો મૂકવાથી લોકો વધુ સારી રીતે પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરી શકશે.
હાલ મેટ્રોસીટી અને ઓપન પાર્કમાં લોકો કસરત કરતાં થયા છે. તેવામાં મોર્નિંગ વોક માટે આવતા લોકો માટે હળવી કસરતો કરવી વધારે સારી રહેશે આ તમામ સાધનોનો ઉપયોગ ભરૂચનાં રહેવાસીઓ કરે અને સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થાય, હાલનાં સમયમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય બન્યું છે, આથી તે હેતુસર આજે રૂ.પાંચ લાખની ગ્રાન્ટમાંથી અહીં ભરૂચનાં માતરીયા તળાવ ખાતે ઓપન જીમનાં સાધનો મૂકવામાં આવ્યા છે, તેમજ ભરૂચનાં અન્ય ગાર્ડન અને પાર્કમાં પણ આ પ્રકારનાં સાધનો મૂકવાનો આ તકે પોતાનો વિચાર વ્યકત કર્યો હતો.
ભરૂચનાં માતરીયા તળાવ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલે અંગ કસરતનાં સાધનોનું લોકાર્પણ કર્યું.
Advertisement