Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં નાણાંની લેવડ દેવડમાં ચપ્પુ વડે હુમલો કરાતાં એક વ્યક્તિને ઇજા.

Share

ભરૂચમાં નાણાંની લેવડ-દેવડમાં એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો થયાનું સામે આવ્યું છે. આ કામનાં આરોપીઓ હુમલો કરી નાસી છૂટતા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.

ભરૂચ જીલ્લામાં મારામારી હુમલાનાં બનાવ બનતા રહે છે. છેલ્લા થોડા સમયથી મારામારી કરનારા શખ્સો ખુલ્લેઆમ ચપ્પુ વડે મારામારી કરી નાસી છૂટવાના અનેક બનાવો બની રહ્યા છે. તેવામાં તાજેતરમાં ભરૂચનાં દશાન ગામનાં પાટિયા પાસે નાણાંની લેવડ-દેવડ મામલે બબાલ થતાં મામલો બિચકયો હતો. આ બનાવમાં એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કર્યાનું બહાર આવ્યું છે અને હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા છે. હાલ હુમલામાં ઘાયલ થયેલ વ્યક્તિને સારવાર અર્થે પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ બાદ ભરૂચ તાલુકા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાના વડીયા ગામે રોયલ સન સીટી ફેસ-૩ર ના મકાનમાં તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વર : નવી નગરીમાં જુગાર રમાડતી મહિલા સહિત 6 જુગારિયાઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

સુરત-પુણા વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાના પર કારીગરોએ કર્યો પથ્થરમારો -પોલીસે શરૂ કરી કાર્યવાહી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!