Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચની સબજેલમાંથી બે મોબાઈલ ઝડપાયા.

Share

ભરૂચ જીલ્લાની સબજેલમાં અવારનવાર આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવતા હોય છે. ત્યારે ફરી એકવાર લૂંટનાં આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ભરૂચની સબજેલ ખાતેથી તાજેતરમાં બે મોબાઈલ ઝડપાયાનું સામે આવ્યું છે. ભરૂચ જીલ્લાની સબજેલમાંથી બેરેક નંબર સી 2 માંથી ધાડ લૂંટનાં આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા છે. સબજેલમાં આમ તો અવારનવાર આ પ્રકારનાં કિસ્સા બનતા રહે છે પરંતુ હાલમાં ભરૂચની સબજેલમાં ચેકિંગ હાથ ધરાયું હતું આ ચેકિંગમાં 2 મોબાઈલ ફોન મળી આવતા ફરી એક વખત ભરૂચ જીલ્લાની સબજેલનાં આરોપીઓ પાસે મોબાઈલની વાત વાયુવેગે પ્રસરી જવા પામી છે જેના કારણે જેલનાં અન્ય કેદીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ ધાડ લૂંટનાં બંને આરોપીઓ વિરુદ્ધ જેલમાં મોબાઈલ રાખવા પર સિટી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ચાર વર્ષથી ગુનો કરી નાસતી ફરતી આરોપી મહિલાને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી : સૌભાગ્યવતી મહિલાઓએ પતિના લાંબા આયુષ્યની કામના કરી…

ProudOfGujarat

ભરૂચ : વોર્ડ નં. 10 નાં નગરસેવક અને બજારના વેપારીઓએ રસ્તાની સમસ્યાનો નિકાલ કરવા નગરપાલિકાને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!