ભરૂચ જીલ્લાનાં નેત્રંગમાં કોંગ્રેસની તાલુકા સમિતિની એક મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગમાં ભરૂચ જીલ્લાનાં કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ નેત્રંગમાં આગામી તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસી આગેવાનોની એક મીટિંગ યોજાઇ ગઈ આ મીટિંગમાં ઉમેદવારોની પસંદગી અને મહત્વનાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર પર કોંગી નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા. ભાજપની સરકારનો ખેડૂત વિરોધી કાયદાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ ભરૂચ જીલ્લાનાં આદિવાસી સમાજનાં વિકાસની પણ વાત કોંગ્રેસનાં દિગ્ગજનોએ કરી હતી. આ વિસ્તારનાં આદિવાસી સમાજનાં બેરોજગાર આદિવાસી સમાજનાં બેરોજગાર યુવાનોને રોજગારીની તકો આપવી સહિતનાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ઉપરાંત ગત જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસે કુલ 6 સીટ પર ભવ્ય વિજય મેળવવાની તેમજ કાર્યકરોએ સંગઠન બનાવી જીત નિશ્ચિત કરવાની પણ ચર્ચા કરાઇ હતી. આ મીટિંગમાં ભરૂચ જીલ્લાનાં કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપભાઈ માંગરોલા, હસુભાઈ પટેલ, શેરખાન પઠાણ સહિતનાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચનાં નેત્રંગમાં કોંગ્રેસ તાલુકા સમિતિની મીટિંગ યોજાઇ.
Advertisement