ભરૂચ જીલ્લાનાં તમામ તાલુકા પશુ ચિકિત્સકો સાથે આજે બર્ડ ફલુની દહેશતના કારણે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જીલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા આંકડા મુજબ હજુપણ બર્ડફલુનો એકપણ કેસ નોંધાયો નથી તેમ છતાં બર્ડફલુ ફેલાય નહીં તેની સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આજે જીલ્લામાં પશુ ચિકિત્સકો સાથે મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ ભરૂચ જીલ્લામાં ચાલતી ચીકનની શોપ પર પણ સર્વે કરાશે.
ભરૂચ જીલ્લા તેમજ તાલુકાનાં તમામ પોલ્ટ્રી ફાર્મ અને વિદેશી પક્ષીઓનાં આશ્રય સ્થાનો પર પણ તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. હાલ ભરૂચમાં બર્ડફલુનો કોઈપણ કેસ નોંધાયો નથી પરંતુ આગામી સમયમાં કોઈપણ પ્રકારનો બર્ડને લઈને રોગચાળો ન ફેલાય તે માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવે છે.
અહીં નોંધનીય છે કે કોરોના મહામારી બાદ સાવચેતીના પગલાં લેવા અત્યંત આવશ્યક છે તેવામાં બર્ડફલુને લઈને તંત્ર દ્વારા એકશન પ્લાન ઘડી કાઢી આજે પશુ ચિકિત્સકો સાથે એક મિટિંગનું આયોજન હાથ ધરી આગામી સમયમાં કોઈ અન્ય બીમારી ભરૂચ જીલ્લામાં પગ પેસારો ન કરે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.