ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ ભરૂચના અનેક વિસ્તારોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્માણ કરાયેલી રાજીવ આવાસ યોજના લોકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. સમગ્ર આવાસોના મકાનોમાં મળમૂત્રનું પાણી ઘરોમાં ટપકતા લોકોને રહેવું મુશ્કેલી પડી ગયું છે
ત્યારે ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પણ આવાસની મુલાકાત સુધારી લેવા તૈયાર નથી ત્યારે આવાસમાં રહેતા લોકોએ ફરી એકવાર ઝુંપડપટ્ટીમાં રહેવા જવાની પોતાની વેદના વ્યક્ત કરી છે.
સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જેના પગલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યા છે પરંતુ ભરૂચના અનેક વિસ્તારોમાં આજે પણ લોકોની સમસ્યાઓ હલ થઇ રહી નથી ભરૂચ નગરપાલિકા સંચાલિત શક્તિનાથના જે.બી મોદી પાર્ક નજીકના સાબુગઢ રાજીવ આવાસ યોજના સદંતર નિષ્ફળ નીવડી હોય તેવા આક્ષેપો વારંવાર થયા છે પરંતુ આજે મીડિયાએ રાજીવ આવાસ યોજનાની મુલાકાતે પહોંચતા તમામ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં ઠેક-ઠેકાણે છતોમાંથી મળમૂત્ર લોકોના ઘરોમાં ઉતરી રહ્યું છે જેના કારણે વીજ લાઈનમાં શોર્ટસર્કિટના કારણે ઘરમાં રહેતા બાળકોના જીવનું જોખમ પણ ઊભું થયું છે. પરંતુ ભરૂચ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આવાસ યોજનાના રહેતા લોકોની વાત સાંભળવા પાલિકા તંત્ર રાજી ન હોવાના કારણે તેઓએ પણ આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો સુર ઉઠાવ્યો હતો.
જોકે રાજીવ આવાસ યોજનામાં અનેક મકાનોના બારી-બારણાની ચોરી પણ થઈ ગઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે અને આવાસોના કેટલાંક બંધ મકાનોમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ ધમધમતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. જોકે આવાસના કેટલાક બંધ મકાનોમાં ડુક્કરોના કતલો પણ કરાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જોકે રાજીવ આવાસ યોજનાના મોટા ભાગના મકાનો બંધ પડેલી અવસ્થામાં છે જેમાં બારી બારણાની ચોરી પણ થઈ ગઈ છે તો કેટલાક બારી બારણા તોડી નાખવામાં પણ આવ્યા છે.
સમગ્ર આવાસ યોજનામાં રહેતા લોકો પણ આવાસોની છતમાં ટપકી રહેલા મળમૂત્રના કારણે ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ભરૂચ નગરપાલિકા આવાસ યોજના બનાવી માત્ર ગરીબો પાસેથી રૂપિયા વસુલાત કરવામાં જ રસ ધરાવતા હોવાના આક્ષેપો સ્થાનિકો કર્યા છે.
જોકે રાજીવ આવાસ યોજનાના કેટલાક મકાનોમાં ગંદકીનું સામ્રાજ્ય સાથે દેશી દારૂની પોટલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો પણ મોટી સંખ્યામાં જોવા મળી છે જેના કારણે રાજીવ આવાસ યોજનાના મકાનો અસામાજિક પ્રવૃત્તિઓમાં વપરાતા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. જોકે આવાસ યોજનામાં ઈંટોની જગ્યાએ સિમેન્ટની મોટી પાટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કારણે સમગ્ર આવાસમાંથી પાણી થકી લોકોના ઘરોમાં ઉતરી રહ્યા છે જેના કારણે આવાસોમાં લાભાર્થીઓ જવા રાજી નથી પરંતુ રાજીવ આવાસ યોજનાની દેખરેખ રાખવાની જવાબદારી ભરૂચ નગરપાલિકા તંત્રની છે પરંતુ ભરૂચ નગરપાલિકા અહીંયા સદંતર નિષ્ફળ નિવડયુ હોય તેવા આક્ષેપો થયા છે.