ભરૂચ જીલ્લા ના યાત્રા ધામ અંગારેશ્વર.કબીરવડ.શુકલતીર્થ.ગા યત્રી મંદિર ઝાડેશ્વર. ભરૂચ શહેર તેમજ નર્મદા નદી ના કિનારા વિસ્તાર માં વસ્તા નર્મદા પ્રેમી ભાવિક ભક્તો એ આજ રોજ ભરૂચ જીલ્લા કલેકટર ઓફિસ ખાતે નર્મદા માં પાણી છોડવા બાબત નું અનોખું આંદોલન કરી આવેદન પત્ર જીલ્લા કલેકટર ને પાઠવ્યું હતું…….ઢોલ નગારા અને સંગીત ના સાધનો સાથે નર્મદા પ્રેમી લોકો એ કલેક્ટર કચરી ના પટાંગણ માં પ્રવશી નર્મદા ની ધૂન ગાઇ કલેકટર ઓફીસ માં પ્રવેશી જીલ્લા કલેકટર ને આવેદન સાથે ચુંદડી અર્પણ કરી સરદાર સારવાર ડેમ માંથી નર્મદા જ્યંતી પહેલા નદી માં પાણી છોડવાની માંગ ઉચ્ચારી હતી……
આવેદન પત્ર માં જણાવ્યા મુજબ નર્મદા નદી માં પાણી નું પ્રવાહ બંધ થવાના કારણે નર્મદા માં કાદવ કીચડ નું સામ્રાજ્ય થવાના કારણે નર્મદા માં બેક મારતું કેમીકલ યુક્ત પાણી થી ગંદકી ફેલાવવાના કારણે નર્મદા જયંતિ ની ઉજવણી ખુબ મુશ્કેલ થઇ છે …દેશ માં એક એવી નદી છે ..કે જેની પરિક્રમા કરતા લાખો સાધુ સંતો સ્નાન કરી પરિક્રમા ની શરૂઆત કરતા હોય છે….જયારે હાલ માં હિન્દૂ રાષ્ટ્ર ની વાત કરવામાં આવતી હોય અને બીજી બાજુ માં નર્મદા ની આ હાલત જોતા નક્કર નિર્ણય લઇ તંત્ર એ આગળ વધવું જોઈએ તેવી માંગ ઉચ્ચારી હતી…..
વધુ માં નર્મદા માં ઓછું પાણી હોવાના કારણે જીલ્લા ના કિનારા લોકો ખાનગી મોટરો મૂકી ખેતી ની સિંચાઇ કરે છે ..અને તેઓ ને પાણી દૂર જવાના કારણે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે …સાથે સાથે યાત્રા ધામ કબીર વડ ખાતે પણ ધંધો રોજગાર કરતા લોકો બેરોજગાર થઇ ગયા છે..નદી માં ઓછા પાણી ના કારણે બોટ સેવા બંધ થઇ છે જેના કારણે સ્થાનિક ગામ ના વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ અસર થવા પામી છે…….
આગામી દિવસો માં નર્મદા જયંતિ આવનાર હોય હાલ તો નર્મદા પ્રેમી લોકો એ ઢોલ નગારા સાથે નર્મદા ની ધૂન ઉપર કલેકટર કચરી એ ઢસી જઇ મુખ્ય મંત્રી વિજય રૂપાણી ને સંબોધીત કરતું આવેદન પત્ર પાઠવી માં નર્મદા મા પાણી છોડવા બાબતે જો કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો જલદ આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી………
(હારૂન પટેલ)