સાઉથ આફ્રિકામાં કોરોના વકરતા મૂળ ભારતીયો ચિંતામાં મુકાયા છે. કોરોનાને કારણે સાઉથ આફ્રિકામાં અત્યંત ખરાબ હાલત હોવાનો મેસેજ વાયરલ થતાં મૂળ ભારતીયોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે જેના કારણે આફ્રિકામાં વસવાટ કરતાં ભારતીયોની હાલત ખરાબ થઈ હોવાનાં અહેવાલો સામે આવ્યા છે.
કોરોનાને કારણે સાઉથ આફ્રિકાનાં ડરબનનાં હિલાલ કબ્રસ્તાન સહિતનાં અન્ય કબ્રસ્તાનોમાં એક સાથે પાંચથી વધુ કબરનું ખોદકામ થતું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ બે અઠવાડીયામાં અનેક લોકોના કોરોનાનાં કારણે મોત થયા હોવાનો આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે.
અહીં આ મેસેજ સામે આવતા ભારતીય પરિવારોનાં અનેક સભ્યો સાઉથ આફ્રિકામાં વસવાટ કરતાં હોય છે આથી ભારતીયો ચિંતામાં મુકાયા છે. ઉપરાંત આ મેસેજમાં એવો પણ દાવો કરાયો છે કે તાજેતરમાં છેલ્લા બે સપ્તાહમાં થયેલા મોત કોરોનાનાં કારણે થયા છે આથી ભારતીયો જે સાઉથ આફ્રિકામાં વસવાટ કરે છે તેમની મુશ્કેલી વધી છે. તેમજ હાલના સમયને ધ્યાનમાં રાખીને ભારતીયોને પોતાના વતનમાં પરત ફરવું છે ત્યાં રહીને કામ કરવું તેવી પણ મુંઝવણ સતાવે છે ? તેવામાં એક સાથે 5 થી વધુ કબરનું ખોદકામ થતું હોવાનાં અહેવાલો સામે આવતાં અને કોરોનામાં અનેક લોકોના મોત થતાં લોકો ઘેરી ચિંતામાં મુકાયા છે.