– કોરોના મહામારી વચ્ચે મોડે મોડે વેકસીન આવવાના ટાણે NDRF હવે લોકોમાં જનજાગૃતિ ફેલાવશે.
– કલેકટરે NDRF ની ટીમને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું.
કોરોના મહામારી વચ્ચે હવે વેકસીનેશનની જોરશોરમાં તૈયારીઓ કરાઈ રહી છે ત્યારે લોકોમાં જનજાગૃતિ લાવવા કોરોના સામે લડવા NDRF ની ટીમને મેદાનમાં ઉતારવા આવી છે.
કોરોના સામે લડવા માસ્ક જ હથિયાર હોવા સાથે હવે જોરશોરમાં વેકસીનેશનની તૈયારીઓ હાથ ધરાઈ રહી છે ત્યારે ભરૂચમાં કોરોના સામે લડવા હવે NDRF ની ટીમ ને શહેરમાં ઉતારવામાં આવી છે. અનેક કુદરતી અને માનવસર્જિત આપદાઓમાં ખડેપગે રહી કામગીરી બજાવનાર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ કોરોના સામે ફાઈટ આપવા ભરૂચમાં ઉતર્યું છે.
સોમવારે સવારે કલેકટર કચેરી ખાતેથી NDRF ની ટીમને કલેકટર ડો. એમ.ડી.મોડિયા દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ટીમને કોરોના મહામારીમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનના શપથ લેવડાવી NDRF ની ટીમ કોરોના અંગે જનજાગૃતિ ફેલાવી રેલી સ્વરૂપે કલેકટર કચેરી, શક્તિનાથથી નીકળી સેવાશ્રમ રોડ થઇ હોસ્ટેલ ગ્રાઉન્ડ પહોંચી હતી.
NDRF દ્વારા શહેરીજનોને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક ફરજીયાત પહેરવા, ભીડભાડ ભેગી નહીં કરવા, સરકારી કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત અમલ કરવા સહિતની જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.