– ઇકો કારનાં સાયલેન્સરની ચોરીનો દહેજ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી વોચ ગોઠવી પર્દાફાશ કર્યો છે. કુલ રૂ. 7 લાખનો મુદામાલ કબ્જે કરતી પોલીસ.
આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા તથા ગુજરાત રાજયનાં અનેક વિસ્તારોમાં ઇકો કારનાં સાયલેન્સર ( કેટાલીક મફલર ) ચોરીની ફરિયાદ ઉઠવા પમાઈ છે. ભરૂચ જીલ્લાનાં એ ડિવીઝન અને બી ડિવીઝન અને દહેજ પોલીસ મથકમાં ઇકો કારનાં સાયલેન્સરની ચોરીની અનેક ફરિયાદો નોંધાયેલ છે. તાજેતરમાં તા.31/12/2020 નાં રોજ રેલ્વે સ્ટેશન વિસ્તાર નજીકમાંથી તથા શેરપુરા, નંદેલાવ બ્રિજ પાસેથી એમ અલગ-અલગ જગ્યાએથી કુલ 5 ઇકો કારમાંથી સાયલેન્સર ચોરી થયાની ફરિયાદ નોંધાય છે તેમજ ગતરતરીનાં દહેજનાં જોલવા વિસ્તારમાંથી એક ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી થયેલ છે. જેના અનુસંધાને ભરૂચ જીલ્લા એ ડિવીઝન તથા બી ડિવીઝન અને દહેજ પોલીસ સ્ટેશન ખાતે ઇકો કારનાં સાયલેન્સરની ફરિયાદો ઉઠવા પામી હોય આથી ભરૂચનાં જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાનાં માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તાત્કાલિક ઇકો કારનાં સાયલેન્સરની ચોરી કરનાર ગેંગનું પગેરું શોધી કાઢવા જી.એ.સી.એલ ચોકડી ખાતે બાતમીનાં આધારે એક મારુતિ સુઝુકી, સ્વીફટ ગાડી નંબર HR-26-CJ-3508 માં ચોરી ગયેલ ઇકો કારનાં સાયલેન્સર જેવા સાધનો ભરી જોલવાથી દહેજ તરફ આ સ્વીફટ ગાડી આવતી હોય જેની પોલીસ તલાશી લેતા આ ગાડીમાંથી બે શખ્સો (1) અરશદ મુબિન અહેમદ જાતે મુરબીમ ધંધો કોન્ટ્રાકટર રહે. વોર્ડ નં.1 પાર્ટ નં. 217 ગામ નાકપુર મેવાન વકફબોર્ડ હોસ્ટેલ (2) સહનબાઝ રૂકમુદ્દીનખાન ધંધો ડ્રાઇવિંગ રહે. વોર્ડ નં.8 હિદાયત બસ્તી નુદનાં હોય જેની કારની તલાશી લેતા સાયલન્સ સહિત કુલ મુદ્દામાલ રૂ.ત્રણ લાખ અને મારુતિ સુઝુકીની કિંમત રૂ.ચાર લાખ મળી પોલીસે કુલ રૂ. સાત લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીની અટકાયત કરી બંને આરોપીનાં કોવિડ ટેસ્ટ કરાવી રિપોર્ટ નેગેટિવ આવતા બંને આરોપીની અટકાયત કરેલ છે.