સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોનાં કાવાદાવા શરૂ થઈ રહ્યા છે ત્યારે બીટીપીએ ઓવેસી સાથે ગઠબંધન કરી ચૂંટણી જંગમાં પોતાના હોવાના કારણે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે તો મનસુખ વસાવાના રાજીનામા નાટક મુદ્દે છોટુ વસાવાએ કહ્યું હતું કે તે સાંસદને લાયક જ નથી ત્યારે હવે રાજકીય પક્ષો પણ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ વાતાવરણ ગરમ કરી રહ્યા છે.
બીટીપી અને AIMIM વચ્ચે ગઠબંધનનાં મામલે AIMIM નાં નેતાઓ ગુજરાતમાં ધામા નાંખી રહ્યા છે ત્યારે સૌપ્રથમ વડોદરા, ભરૂચ, અને સુરત ખાતે સંગઠનને મજબૂત કરવા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં મહારાષ્ટ્રના MP ઇમ્તિયાઝ જલીલ અને માજી ધારાસભ્ય વારીશ પઠાન દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે. જેઓ ભરૂચ ઝાડેશ્વર ચોકડી નજીક આવી પહોંચતા છોટુભાઈ વસાવાનાં બીટીપીના સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ AIMIM ની ચૂંટણીલક્ષી મિટિંગમાં હાજરી આપવા અર્થે ઝઘડિયા પહોંચ્યા હતા.
ઝઘડિયામાં છોટુ વસાવાના નિવાસ્થાને મહારાષ્ટ્રના MP ઇમ્તિયાઝ જલીલ અને માજી ધારાસભ્ય વારીશ પઠાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચૂંટણીલક્ષી તથા ગઠબંધન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. છોટુ વસાવાએ સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા કે સરકાર આદિવાસી લોકોની જમીન હડપવા લાગી છે જેના કારણે ગઠબંધન કરવું પડે છે અને ગુજરાતમાંથી ભાજપ કોંગ્રેસનો સફાયો કરીશું. તેઓએ તાજેતરમાં લોકસભાનાં સાંસદ મનસુખ વસાવાના અંગે હાસ્યસ્પદ રીતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તે સાંસદને લાયક જ નથી અને આવનારા સમયમાં બી.ટી.પી અને ઓવેસી સાથેના ગઠબંધન સાથે ચૂંટણી જંગ માફ કરવાની તૈયારીઓ પણ બતાવી હતી.
ભરૂચ : બીટીપી અને AIMIM વચ્ચે ગઠબંધન કરી ચૂંટણી જંગમાં ઝંપલાવવાથી રાજકારણમાં ગરમાવો.
Advertisement