આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપાએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન બેઠકોનું આયોજન શરૂ કરી દીધું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાનાં પાલેજ સ્થિત જૈન વાડી ખાતે ભાજપની ચૂંટણીલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત રાજકીય આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું.
ત્યારબાદ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ચૂંટણીઓના પરિણામ જે પણ આવે પરંતુ આજે સૌ સમાજને એક સાથે જોઈને હું સૌને ધન્યવાદ આપું છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તાલુકા જિલ્લા – પંચાયતની ચૂંટણીઓ ખૂબ મહત્વની છે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ભાજપની છે. ત્યારે જે વિકાસ થઈ રહ્યો છે એ વિશે હાજર જનોને તેઓએ ભાજપ દ્વારા થઇ રહેલા વિકાસની ગાથા વિશે જરૂરી માહિતી આપી હતી.
ભારતના PM નરેન્દ્ર મોદીની વિકાસ ગાથાને આપણે સૌએ સાથે મળી આગળ ધપાવવાની છે એમ તેઓએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતના પી.એમ એ સૌ સમાજનું જતન કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે આરોગ્યલક્ષી યોજના હોય જેનો લાભ સમાજના દરેક વર્ગને મળ્યો છે. શિક્ષણ પ્રવૃત્તિને વેગવંતુ બનાવવાનું કામ પણ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. વિવિધ વિકાલક્ષી યોજનાઓ ભાજપે શરૂ કરી છે જેનો લાભ સમાજના દરેક વર્ગના લોકોને મળી રહ્યો છે. ભરૂચ તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. આયોજિત કાર્યક્રમમાં પાલેજના ઉપસરપંચ સલીમ વકીલ, પૂર્વ સરપંચ શબ્બીર ખાન પઠાણ, રોહિત ગોહિલ, પવન કુમાર, મલંગ ખાન પઠાણ, ઘનશ્યામ પટેલ રાકેશ વસાવા તેમજ પાલેજ નગર સહિત પાલેજ જિલ્લા પંચાયતની બેઠકમાં સમાવિષ્ટ ગામોના ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.
યાકુબ પટેલ : પાલેજ
ભરૂચ જિલ્લાનાં પાલેજ સ્થિત જૈન વાડી ખાતે ભાજપની ચૂંટણીલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
Advertisement