ભરૂચ શહેરમાં જેસીઆઇ સંસ્થા દ્વારા ગત રોજ ૫૩મા એવોર્ડ પ્રોગ્રામ ૨૦૧૭ અને ૫૪મા ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જી.આઈ.ડી.સી હોલ ખાતે વર્ષ ૨૦૧૭ નાં વર્ષમાં જેસીઆઈ ભરૂચ દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમો ની વિસ્તારથી સમજુતી આપવામાં આવી હતી ત્યાર બાદ સમગ્ર વર્ષ દરમ્યાન કરવામાં આવેલા ઉમદા કાર્ય બદલ વિવિધ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે વર્ષ ૨૦૧૮મા નવા નિમાયેલ જેસીઆઇ ભરૂચના પ્રમુખ સંકેત શાહનો નેશનલ પ્રેસીડેન્ટ અર્પિતની હાજરીમાં શપથ લેવડાવવામાં આવ્યા હતા. નવા નીમાયેલા જેસીઆઇ પ્રમુખ દ્વારા વર્ષ ૨૦૧૮માં વિવિધ સામાજીક કામો કરી જેસીઆઇ ભરૂચનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કરશે તેવી આશા વ્યકત કરી હતી.
શપથ ગ્રહણ સમારોહ અગાઉ જેસીઆઇ ભરૂચ દ્વારા નેશનલ પ્રેસિડન્ટ અર્પિત રાથીની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ૬૩ માં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કર્ણાટકની મેગા વોચ મુકામે બિનહરીફ ચુટાઈ આવ્યા હતા. પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન અર્પિત રાથી એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮ નાં પ્રમુખ તરીકેનાં કાર્યક્રમ દરમ્યાન “ઇન્ડિયા ટ્વેન્ટી – થર્ટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ટ્વેન્ટી થર્ટી દવારા જેસીઆઇ ઇન્ડિયા પોતાના ૪૮,૦૦૦ મેમ્બરોમાં વધારો કરી ૫૫,૦૦૦ મેમ્બરો કરવાનો નિધાર કર્યો છે સાથે સામાજિક ક્ષેત્રે સ્થાનિક કક્ષાએ લોકોને તેમની જરૂરિયાત મુજબના પ્રોજેક્ટો મુકવામાં આવશે અને જરૂર પડશે તો સ્થાનિક વિસ્તારમાં આવેલી કંપનીઓનો સાથ સહકાર લઇ કંપનીના સિએસઆર અધિકારી અને જેસીઆઇ સીએસઆર કમિટી ભેગા મળી સ્થાનિક લોકોની જરૂરિયાત મુજબની મદદ કરવાના પ્રોજેક્ટો તૈયાર કરશે અને સમય મર્યાદામાં પૂર્ણ કરશે. ભૂતાક્કાલામાં જેસીઆઇ ભરૂચ દ્વારા વોટર પ્લાન્ટ, બ્લોક, ટોયલેટ જેવા પ્રોજેક્ટો કરી ચુક્યા છે આવનારા વર્ષ ૨૦૧૮ માં ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા અને સોલર પ્લાન્ટ જેવા મહત્વના પ્રોજેક્ટો ઉપર કામ કરવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં સુનીલ નેવે, સંકેત શાહ, પીયુષ ગાંધી વગેરે જેસીઆઇના સભ્યો હાજર રહ્યા હતા.