– ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ગામજનોએ કલેકટરને રજૂઆત કરી.
– ગ્રામ પંચાયતના મહિલા સરપંચ=નાં પતિ જ માફિયાઓ પાસેથી લાંચ લઈને ગેરકાયદેસર ખનન કરાવતા હોવાના આક્ષેપ…
નાંદ ગામે નર્મદા નદીનાં પટમાં ગ્રામ પંચાયતની હદમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન મુદે ગ્રામજનોએ બાંયો ચડાવી ભરૂચ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી છે. ભારે વાહનોની અવરજવરનાં કારણે ગ્રામજનો આ અકસ્માતનો ભોગ પણ બની રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને નાંદ ગામની હદમાં નર્મદા નદી ઉપર સિમેન્ટનાં મોટા મોટા ભૂંગળા નાંખી ભારે વાહનો અવરજવર કરતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના કેટલાય ગામોમાં ગેરકાયદેસર માટી ખનન કૌભાંડો ધમધમી રહ્યા છે અને આ તમામ ગેરકાયદેસર રેતી ખનનમાં સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચો અને સભ્યોની મીલીભગત હોવાના અનેકવાર આક્ષેપો થયા છે ત્યારે ભરૂચનાં નાંદ ગામે નર્મદા નદીના પટમાં મોટાપાયે રેતીનું ખનન થઈ રહ્યું છે જેના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે આવા ભૂમાફિયાઓ કરેલા ગેરકાયદેસર રેતી ખનન જગ્યા ઉપર ખાડામાં પાણી ભરાઈ રહેતા ડૂબી જવાની પણ ઘટનાઓ બનતી હોય છે અને દિવસ-રાત નાંદ ગામે નર્મદા નદીના પટમાં ભૂમાફિયાઓ મોટાપાયે રેતી ખનન કરી રહ્યા છે જેના કારણે કેટલાક ભૂમાફિયાઓ ગોચરની જમીનમાં પણ માટી ખનન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સમગ્ર ઘટનામાં ગેરકાયદેસર ચાલી રહેલા માટી ખનન મુદ્દે તપાસ કરાવવાની માંગણી સાથે લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.