ભરૂચ તાલુકાના નબીપુર ગામેથી ટેમ્પોની ચોરી કરનાર આરોપીને ચોરાયેલા ટેમ્પા સહીત ગણતરીના કલાકોમાં પાલેજ ખાતેથી ભરૂચ એલ.સી.બી પોલીસે ઝડપી પાડયો હતો. ભરૂચ એલ.સી.બી પોલીસ મથકનાં ઇન્સ્પેકટર જે. એન. ઝાલાએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલા માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી પોલીસ દ્વારા આવા ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ શરૂ કરાયું હતું અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
ગત રોજ ભરૂચ એલસીબીની ટીમ પોલીસ મથક વિસ્તારમાં આવેલા નેશનલ હાઇવે નંબર 48 ઉપર નાઈટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે નબીપુર પોલીસ મથક ગુના રજીસ્ટર નંબર પાર્ટ એ 11199038210000/2021 ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામે નબીપુર ગામે થ્રી વ્હીલર ટેમ્પો નંબર જીજે. 16 – એટી -0330 નસીબ વસાવા દ્વારા ચોરી કરાયેલ છે તે ચોરી કરેલો ટેમ્પો લઈ આરોપી વડોદરા તરફથી આવનાર છે એ હકીકતના આધારે પાલેજ બ્રિજ નજીક એલ.સી.બી.ની ટીમ વોચમાં ગોઠવાઈ હતી દરમિયાન ઉપરોક્ત ટેમ્પો સહિત ચાલક આરોપીને ઝડપી પાડી કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર પાંચસો નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આરોપીને પાલેજ પોલીસ મથકમાં સોંપી નબીપુર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.
યાકુબ પટેલ : પાલેજ