વટારીયા ખાતેની ગણેશ સુગરના વહિવટમાં થયેલ કથીત ભ્રષ્ટાચારના મુદ્દે ઉભો થયેલો વિવાદ દિવસે દિવસે ઘેરો બનતો જાય છે. સુગરના વહિવટમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે વ્યવસ્થાપક અને સુગરના કેટલાક જાગૃત સભાસદો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વહીવટ બાબતે તથા ચૂંટણી બાબતે હાઈકોર્ટમાં તથા બોડૅ ઓફ નોમીનીઝમાં કાયૅવાહી ચાલી રહેલી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તારીખ ૧૯.૧૨.૨૦ ના રોજ સંસ્થાની વેબસાઇટ પર તારીખ ૩૧.૧૨.૨૦ ના રોજ સંસ્થાની ઓફીસ ખાતે બપોરે ૧:૦૦ કલાકે સાધારણ સભા રાખવાની જાણ કરવામાં આવી હતી. તેનાથી નારાજ થયેલ સભાસદ દ્વારા સભાસદોના હીત અને અધીકારની વાત સાથે યોગ્ય પુરાવા સાથે નામદાર બોડૅ ઓફ નોમીનીઝ વડોદરા ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સાધારણ સભા અંગેની જે નોટિસ વેબસાઇટ તથા નોટિસ બોર્ડ પર લગાવેલ છે તે યોગ્ય નહિ હોવાની રજુઆત કરવામાં આવી હતી. નામદાર બોર્ડ ઓફ નોમીનીઝમાં કેસ મુકવામાં આવતા અરજદારની દલીલોને નામદાર કોર્ટ દ્વારા માન્ય રખાતા સાધારણ સભા પર સ્ટે અપાયો હોઇ તા.૩૧ ડિસેમ્બરના રોજ યોજાનાર સાધારણ સભા મુલત્વી રાખવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ