આજરોજ નવા વર્ષની શરૂઆતના દિવસે ભરૂચ ઝાડેશ્વર રોડ પર આવેલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટીનાં સભ્યો દ્વારા ગરીબોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા. હાલ ચાલી રહેલ શિયાળાની ઋતુમાં ગરીબ અને ફૂટપાથ પર રહેતા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા છે તેવા સમયે એક જાગૃત અને સેવાભાવી યુવાન દ્વારા ગરીબોના રક્ષણ માટે બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
ઝાડેશ્વર રોડ પર આવેલ સભાસદો તેમજ દુકાનદાર દ્વારા ફૂટપાથ પર રાત્રિના સમયે સૂઈ જતા ગરીબ લોકોને ઠંડી ન લાગે તે માટે બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર કેતન બીજાના કહેવા પ્રમાણે માનવીની માનવતા સમાજ માટે પ્રેરણારૂપ બને છે ત્યારે ગરીબો માટે આપણે પણ કંઈ થોડું કરવું જોઈએ તેવી ભાવના સાથે આજે અમે ગરીબોને બ્લેન્કેટ વિતરણ કરી તેમના આશીર્વાદ મેળવી અને ભગવાનની કૃપા અમારા પર કાયમ રહે એવાં આશ્રય સાથે સવારે ટોટલ ૭૫ થી ૧૦૦ જેટલા બ્લેકેટનું વિતરણ અલગ અલગ જગ્યાએ કર્યું હતું એનો શ્રેય અમારી સોસાયટીના દરેક વ્યક્તિઓને જાય છે. આ કાર્યમાં જેણે પણ સાથ સહકાર આપ્યો એનો તમામનો સોસાયટી તરફથી દિલથી આભાર અને આગામી વર્ષોમાં આવા જ સામાજિક સેવાના કાર્યો કરતા રહીશું.
ભરૂચ ઝાડેશ્વર રોડ પર આવેલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટીનાં સભ્યો દ્વારા ગરીબોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા.
Advertisement