ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જાહેર માર્ગો ઉપર અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન અને પાણીની પાઈપલાઈન બાદ માર્ગની મરામત કરવામાં ન આવતા સમગ્ર માર્ગ બિસ્માર બની ગયા છે. ખુલ્લી ગટરોના કારણે રાહદારીઓ ખાબકી રહ્યા છે ત્યારે કતોપોર બજાર વિસ્તારમાં માળખાકીય સુવિધા પૂરી પાડવાની માંગણી સાથે યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન આવનાર દિવસમાં આંદોલનના મૂડમાં આવી રહ્યા છે.
ભરૂચનાં ઢાલ વિસ્તાર તથા ફાટા તળાવ કતોપોર બજાર સહિત ગાંધી બજાર તથા સતત રાહદારીઓ અને વાહનચાલકોથી ધમધમતા વિસ્તારોમાં બિસ્માર માર્ગોથી અને ખુલ્લી ગટરોનાં કારણે ગ્રાહકો પણ બજારોમાં ખરીદી કરવા આવતા ન હોવાના કારણે વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે જેના કારણે કતોપોર બજાર, ગાંધી બજાર સહિતનાં અનેક વિસ્તારોમાં માળખાકીય સુવિધા અને માર્ગોની મરામત કરાવવાની માંગ સાથે યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા લેખિતમાં ભરૂચ નગરપાલિકા સહિત વહીવટી તંત્રને રજૂઆત કરી છે અને આવનાર સમયમાં માળખાકીય સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આંદોલનનું રણશિંગું ફૂંકવાની પણ ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે.
જોકે આ વિસ્તારમાં માળખાકીય સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી સ્થાનિકો ઉતારી રહ્યા છે ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ માર્ગોનાં પેચિંગ વર્ગ માટે કરોડો રૂપિયાની ફાળવણી છતાં પણ વિસ્તારોમાં પેચિંગ વકૅ કરવામાં ન આવ્યું હોવાના આક્ષેપ સાથે ખાઈકી થઈ હોવાના પણ આરોપ લાગી રહ્યા છે.
ભરૂચનાં કતોપોર બજાર વિસ્તારમાં માળખાકીય સુવિધા પૂરી પાડવા યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન મેદાનમાં…
Advertisement