ગુનાઓ સાબિત થતા કેસમાં તમામ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા ૩૦,૦૦૦/– દંડ તથા ફોરેસ્ટ એક્ટ ના ગુનામાં એક માસની સાદી કેદની સજા તથા ૫૦૦/– નો દંડ ફટકાર્યો
આ કેસમાં કાયદાની જોગવાઈઓ ફરિયાદ પક્ષના પુરાવાઓ ને ધ્યાનમાં લઈ સરકારી વકિલ ધર્મેન્દ્રસિંહ રણાની દલીલો ગ્રાહ્ય રાખતા ન્યાયાધીસ બકુલ દવેએ તમામ આરોપીઓને તકસીરવાર ઠરાવી સજા કરી
વાલીયા તથા નેત્રંગ તાલુકા ની કોર્ટમાં વન્યપ્રાણીઓનો શિકાર કરનારા ગુનેગારોને સૌ પ્રથમ વખત સજા
આરોપીઓની પ્રોબેસનનો લાભ મેળવવાની માંગણી ગંભીર ગુનામાં સંડોવણી જોતા ફગાવવામાં આવી.
સમગ્ર બનાવની હકિકત એવી છે કે, જુના વાલીયા તાલુકામાં અને હાલમાં નેત્રંગ તાલુકામાં આવેલા રાજવાડી ના રિઝર્વ ફોરેસ્ટ ના ૫૫૧માં કમ્પાર્ટમેન્ટમાં ૯/૯/૧૩ ના રોજ રાત્રીના સમયે કેટલાક ઈસમો મોરનો શિકાર કરી રહેલા હોવાની બાતમી મળતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફતેસિંહ જારીયાભાઈ તથા સરફરાઝ ઉમર ઘાચી એ અન્ય અધિકારીઓ સાથે તાત્કાલિક જંગલમાં જઈ તપાસ કરતા મોટી ફોકડી તા. ઉમરપાડા જી. સુરતના રહિશો નામે પ્રતાપભાઈ રૂપજીભાઈ વસાવા, છગનભાઈ હિરાભાઈ વસાવા તથા સિંગાભાઈ રૂપાભાઈ વસાવા જંગલમાં લોડેડ બંદુક તથા મોરના પીંછા અને મરેલા મોર સાથે શીકાર કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ ઈસમો વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા એફ.ઓ.આધી તપાસ કરવામાં આવી હતી. અને આ ત્રણેય ઈસમો પાસે મળી આવેલ રાષ્ટ્રિય પક્ષી મોરના શરીરની વેટરનરી ઓફિસર દ્વારા તપાસ કરાવતા તેને બંદુકની ગોળી મારી શિકાર કરવામાં આવેલ હોવાનું પુરવાર થયેલ હતુ.
આ ત્રણેય ઈસમો વિરુદ્ધ જંગલ ખાતા દ્વારા વાલીયા કોર્ટમાં ફરિયાદ અને ચાર્જસીટ દાખલ કરવામાં આવેલ હતી જે કેસ નેત્રંગ ખાતે નવી કોર્ટ શરૂ થતા અત્રે ટ્રાન્સફર થયેલો હતો જેમાં સરકાર તરફે પબ્લિક પ્રોસીક્યુટર ધર્મેન્દ્રસિંહ રણા દ્વારા અદાલતમાં આ કેસમાં આવેલ પુરાવાઓ અને કાયદાની જોગવાઈઓ ટાંકી ને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્સન એક્ટ ની વિશિષ્ટ જોગવાઈ હોવાની તથા ફોરેસ્ટ અધિકારી સમક્ષના નિવેદનો ગ્રાહ્ય માની સજા કરવા ની દલીલો ગ્રાહ્ય રાખી નેત્રંગ કોર્ટના ન્યાયાધીસ બકુલ દવે એ આરોપીઓને રાષ્ટ્રિય પક્ષી મોરના શિકાર માટે દોષિત ઠરાવીને દરેક ને ત્રણ વર્ષ ની સખત કેદની સજા તથા પ્રત્યેકને રૂ. ૧૦,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા રક્ષીત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ માટે પણ દોષિત ઠરાવીને એક માસની સાદી કેદની સજા તથા રૂ. ૫૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો.
સજા પામેલા આરોપીઓના પક્ષે પ્રોબેસનનો લાભ આપવા અને ઓછી સજા કરવાની રજુઆત વિરુદ્ધ મોર જેવું નિર્દોષ અને રૂપાળુ પક્ષી કે ભારતનું રાષ્ટ્રિય પક્ષી છે અને ખૂબ જ આસાની થી શિકાર થઈ શકે છે. એટલું જ નહી વાલીયા નેત્રંગ ના જંગલ વિસ્તારમાં આ પક્ષીઓની મોટી સંખ્યા છે; જે માણસની ક્રુરતા અને આ પક્ષીનું માસ ખાવાની વૃત્તિઓ નો ભપગ બની જાય છે. સરકારી વકિલ ધર્મેન્દ્રસિંહ રણા એ આ બાબત ઉપર સખત ભાર મુકી વિરોધ કરતા અદાલતે પ્રોબેસનની માંગણી નકારી કાઢી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભરૂચ અને નર્મદા જીલ્લાના જંગલો વન્યપશુસૃષ્ટિ થી ભરપુર છે. ને આ જંગલમાં શિકાર ના કિસ્સા જવલ્લે જ જણાયા છે. અને વાલીયા નેત્રંગ કોર્ટ ના રેકર્ડમાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્સન એક્ટનો ગુનો પુરવાર થતા સજા કરવામાં આવી હોય એવો આ પહેલો કેસ છે.માનનીય તંત્રીશ્રી,
આ મેટર સરકારી વકીલ મારા મિત્ર હોય તેઓ એ મને મોકલેલ છે.યોગ્ય ઘટતું થવા વિનંતી છે .