*માનવ તો માંગી ને ભૂખ ભાંખે અને બીમાર પડે તો બોલી સારવાર કરાવે પરંતુ મૂંગા પ્રાણીઓ બીમાર પડે કે ઘાયલ થાય તો કોણે કહે કે અમારી સારવાર કરાવવા દવાખાને લઈ જાવ*
ત્યારે સેવા પરમો ધર્મ ઉક્તિ ને ચરિતાર્થ કરવા ઉપરાંત મનુષ્યધર્મનું પાલન કરવામાં અબોલ જીવો માટે આધારરૂપ બની અબોલજીવોની સેવા-ચાકરી કરવા માટે અવિરત પ્રયત્નશીલ અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની બર્ડ અને એનિમલ હેલ્પ લાઈન નંબર ઉપર શુકલતીર્થ થી જીવદયાપ્રેમી કાર્યકર જયેશ ભાઈ કનોજીયાએ ગત રાત્રીના ગામમાં બાહર નીકળ્યા હતા ત્યારે એક વાંદરો અસ્વસ્થ અવસ્થામાં જોવામાં આવતા તેઓએ બીજા મિત્ર કલ્પેશ ભાઈ પટેલને બોલાવી બિમાર વાંદરાને ઊંચકી પટેલ ખડકીમાં રહેતા પ્રદીપસિંહ પ્રાંકડાના ઘરે મૂકી હમણાં પડતી કડકતી ઠંડીમાં ટાઢ થી ઠુઠવાઈ વધુ બીમાર ના પડે તે રીતે વસ્ત્રો બરાબર ઓઢાવી સવાર થતા માંજ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન સંસ્થાનમાં મદદગારી માંગતો ફોન કર્યો અને તુર્તજ સંસ્થાપક જયેશ પરીખે વાંદરો સંરક્ષિત વન્ય પ્રાણી સૃષ્ટિના શિડયુલ એક (૧) માં આવતો હોવા થી ભરૂચ વન વિભાગના ઉચ્ચ અધિકારી મદદનીશ વન સંરક્ષકશ્રી રાજ પટેલ સાહેબશ્રીને ઘટનાની જાણ કરી જણાવ્યું કે મનમૈત્રી સેવા ફાઉન્ડેશન વાંદરાને સારવાર-ચિકિત્સા કરાવવા તૈયાર હોઈ જરૂરી મદદ પુરી પાડવા વિનંતી કરી, જેના પ્રતિસાદમાં સાહેબશ્રીએ શુકલતીર્થ જઈ વાંદરાને લઈ આવી સ્ટેશન રોડ સ્થિત પશુ દવાખાનામાં સારવાર અપાવવા લઈ આવવા માટે સંસ્થાના ફોર વ્હીલ માં લાવવા માટે પરવાનગી આપી અને સાથે બીટ ગાર્ડ જે.સી.રાજ ને સાથે મોકલાવ્યા.
વાંદરાને ઊંચકી ને લાવવા-મુકવા માટે જીવદયાપ્રેમી જયેશ ભાઈ કનોજીયા સાથે મનોજ ભાઈ સોલંકી પણ ટ્રીટમેન્ટ અપાવવા સાથે આવ્યા અને સાહેબશ્રીની સૂચના અનુસાર વાંદરાને ઝાડેશ્વર નિલકંઠેશ્વર મહાદેવની બાજુમાં આવેલી રેવા નર્સરીમાં દેખભાળ હેઠળ રાખવા મુકવા માટે પણ સાથે આવી મોટી મદદગારી પુરી પાડી.
આમ એક સરાહનીય સેવાકાર્ય સારી રીતે સંપન્ન થયું અને હજી આવતીકાલે ફરી વખત પણ વાંદરાને નર્સરી થી ફરી પશુ દવાખાને ચેકઅપ અને સારવાર માટે લાવવા અને ફરી પાછો ત્યાં મુકવાનો જે જવાબદારી પણ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નિભાવવામાં આવનાર છે.
1 comment
પ્રાઉડ ઑફ ગુજરાત સમાચાર ટીમે અબોલ જીવો ની સેવા-ચાકરી, સાર-સંભાળ, સારવાર-ચિકિત્સા ઉપરાંત ભરણ-પોષણ માટે મદદરૂપ બનતી અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓના સમાચારનું સુંદર રીતે સુપેરે સંકલન કરી લોક જાગૃતિ કેળવવા પ્રચાર-પ્રસાર માટે પ્રકાશિત કરી પ્રસારણ કરવામાં આવેલ છે તેની સહર્ષ નોંધ લઈ ટીમ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન આપનો આભાર સ્વિકાર કરી ધન્યવાદ પાઠવે છે !